ITI એસેટ મેનેજમેન્ટે લાર્જ-મિડ કેપ ફંડ લોંચ કર્યું
અમદાવાદ, 23 ઓગસ્ટ : આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડએ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ એટલે કે મુખ્યત્વે ટોચની 250 કંપનીમાં રોકાણ કરશે. આ સ્કીમ સબસ્ક્રિપ્શન માટે 21 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલીને 04 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઉદ્દેશ્ય આ ડાયનેમિક સેક્ટરમાં સક્રિયપણે કાર્યરત કંપનીઓમા રોકાણ કરીને લાંબાગાળે મૂડી વૃદ્ધિ ઓફર કરવાનો છે, જેનાથી રોકાણકારો વૈવિધ્યકરણ અને મૂડીમાં વૃદ્ધિ પ્રાપ્ત થઇ શકશે. આ સ્કીમ માટે લઘુત્તમ રૂ. 5,000ની અરજી કરવાની રહેશે તથા રોકાણકાર લઘુત્તમ રૂ. 500ની રકમ સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા પણ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં કોઇપણ એન્ટ્રી લોડ ચાર્જીસ રહેશે નહીં તથા જો રોકાણકાર યુનિટની ફાળવણી તારીખથી ત્રણ મહિના પહેલાં યુનિટ રિડિમ કરે અથવા સ્વિચ આઉટ કરે તો 0.5 ટકા એક્ઝિટ લોડ રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)