IPO ખૂલશે27 ઓગસ્ટ
IPO બંધ થશે29 ઓગસ્ટ
ફેસવેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડરૂ.427-450
લોટ સાઇઝ33 શેર્સ
ઇશ્યૂ સાઇઝ62897777શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ.2830.40કરોડ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 23 ઓગસ્ટઃ  પ્રીમિયર એનર્જીસ લિમિટેડનો આઇપીઓ તા. 27 ઓગસ્ટના રોજ ખૂલી રહ્યો છે. કંપનીની કુલ ઓફર સાઇઝમાં રૂ. 12,914 મિલિયનના મૂલ્યના ફ્રેશ ઇશ્યૂ અને 3,42,00,000 ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. એન્કર ઇન્વેસ્ટર્સ બિડિંગ તા. 26 ઓગસ્ટે યોજાશે. અને આઇપીઓ તા. 29 ઓગસ્ટના રોજ બંધ થશે.

ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 427થી રૂ. 450 છે. બિડ્સ લઘુતમ 33 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 33 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ. 22નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી આવકનો આ મુજબ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છેઃ (1) તેલંગાણાના હૈદરાબાદમાં 4 ગિગાવોટ સોલર પીવી ટોપકોન સેલ અને 4 ગિગાવોટ સોલર પીવી ટોપકોન મોડ્યુલ ઉત્પાદન એકમ સ્થાપવા માટે આંશિક-ધિરાણ માટે તેની પેટાકંપની પ્રીમિયર એનર્જીસ ગ્લોબલ એન્વાયર્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં અંદાજિત રૂ. 9,686.03 મિલિયનના રોકાણ માટે જે નાણાંકીય વર્ષ 2025 અને નાણાંકીય વર્ષ 2026માં કરવામાં આવશે (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.

લિસ્ટિંગઃલીડ મેનેજર્સઃ
કંપનીના  ઇક્વિટી શેર્સ બીએસઈ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.કોટક મહિન્દ્રા કેપિટલ, JP મોર્ગન ઈન્ડિયા અને ICICI સિક્યોરિટીઝ બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

કંપનીના નાણાકીય પરીણામો એક નજરે

PeriodJun24Mar24Mar23Mar22
Assets3,73635542110.71342
Revenue1669317114633736
PAT198.2231-13-14.4
NetWorth2736.49-0.24-0.51
Reserve256456224.4209
Total12001392763.5453
(આંકડા રૂ. કરોડમાં)

એપ્રિલ 1995માં સ્થપાયેલી પ્રીમિયર એનર્જીસ લિમિટેડ એકીકૃત સોલાર સેલ અને સોલર પેનલનું ઉત્પાદન કરે છે. કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સેલ, સોલર મોડ્યુલ, મોનોફેસિયલ મોડ્યુલ્સ બાયફેસિયલ મોડ્યુલ્સ, EPC સોલ્યુશન્સ અને O&M સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. કંપની પાસે પાંચ ઉત્પાદન એકમો છે, જે તમામ હૈદરાબાદ, તેલંગાણા, ભારતમાં સ્થિત છે. 31 જુલાઈ, 2024 સુધીમાં, કંપની પાસે £59,265.65 મિલિયનની ઓર્ડર બુક હતી. આ કુલમાં નોન-ડીસીઆર સોલાર મોડ્યુલો માટે £16,091.14 મિલિયન, ડીસીઆર સોલર મોડ્યુલો માટે £22,140.60 મિલિયન, સોલાર સેલ માટે £18,911.18 મિલિયન અને EPC પ્રોજેક્ટ્સ માટે £2,122.72 મિલિયનનો સમાવેશ થાય છે.

કંપની તેના ઉત્પાદનો યુનાઇટેડ સ્ટેટ્સ, હોંગકોંગ, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, નોર્વે, નેપાળ, ફ્રાન્સ, મલેશિયા, કેનેડા, શ્રીલંકા, જર્મની, હંગેરી, સંયુક્ત આરબ અમીરાત, યુગાન્ડા, તુર્કી, દક્ષિણ કોરિયા, ચીન, તાઇવાન અને ફિલિપાઇન્સ ખાતે નિકાસ કરે છે.

BUSINESSGUJARAT.INની નજરે આઇપીઓઃ લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખીને ઇશ્યૂમાં અરજી કરી શકાય

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)