JAIN RESOURCE RECYCLING LIMITEDનો IPO 24 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 220 – 232
| IPO ખૂલશે | 24 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 26 સપ્ટેમ્બર |
| એન્કર બિડિંગ | 23 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 2 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 220 – 232 |
| IPO સાઇઝ | રૂ. 1250 કરોડ |
| લોટ સાઇઝ | 64 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 22 સપ્ટેમ્બર: જૈન રિસોર્સ રિસાયકલિંગ લિમિટેડ 24 સપ્ટેમ્બરના રોજ ખૂલશે. અને 26 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ 23 સપ્ટેમ્બર રહેશે. રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 220થી રૂ. 232 રાખવામાં આવ્યો છે. લઘુતમ 64 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 64 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
ઇશ્યૂના ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્તો એક નજરે:
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી કુલ રકમનો નીચે મુજબ ઉપયોગ કરવાની યોજના ધરાવે છેઃ (1) રૂ. 375 (રૂ. 3,750 મિલિયન) સુધીના મૂલ્યના કંપની દ્વારા લેવાયેલા ચોક્કસ બાકી દેવાના હિસ્સાની પૂર્વચૂકવણી કે નિર્ધારિત ચૂકવણી માટે (2) સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સ:
જૈન રિસોર્સ રિસાયક્લિંગ લિમિટેડ 2022 માં સ્થાપિત નોન-ફેરસ મેટલ ઉત્પાદનોના રિસાયક્લિંગ અને ઉત્પાદનમાં રોકાયેલ છે. તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં સીસા અને સીસાના એલોય ઇંગોટ્સ, તાંબુ અને તાંબુ ઇંગોટ્સ, અને એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ એલોયનો સમાવેશ થાય છે.
કંપની SIPCOT ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, ગુમ્મીડીપોંડી, ચેન્નાઈ ખાતે સ્થિત ત્રણ રિસાયક્લિંગ સુવિધાઓ ચલાવે છે. આ સુવિધાઓ વિવિધ પ્રકારના ધાતુના ભંગાર પર પ્રક્રિયા કરે છે, જેમાં તાંબુ (બિર્ચ, ડ્રુડ), સીસું (રેડિયો, રિલે, રેઈન, રિંક), અને એલ્યુમિનિયમ (ટ્રેડ, ટેલોન, ટેન્સ)નો સમાવેશ થાય છે. શારજાહ એરપોર્ટ ઇન્ટરનેશનલ ફ્રી ઝોન (SAIF-ઝોન), UAE માં તેની પેટાકંપની JIGV દ્વારા ગોલ્ડ રિફાઇનિંગ સુવિધા છે.
જૈન રિસોર્સ રિસાયક્લિંગ લિમિટેડ તેના ઉત્પાદનો લીડ-એસિડ બેટરી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, પિગમેન્ટ્સ અને ઓટોમોટિવ જેવા ક્ષેત્રોને સપ્લાય કરે છે. ગ્રાહકોમાં વેદાંત લિમિટેડ-સ્ટરલાઇટ કોપર, લ્યુમિનસ પાવર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, યશ રિસોર્સિસ રિસાયક્લિંગ લિમિટેડ, મિત્સુબિશી કોર્પોરેશન આરટીએમ જાપાન અને નિસાન ટ્રેડિંગ કંપની જેવી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:
| Period Ended | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 |
| Assets | 1,836.24 | 1,528.76 | 1,115.96 |
| Total Income | 7,162.15 | 4,484.84 | 3,107.53 |
| Profit After Tax | 223.29 | 163.83 | 91.81 |
| EBITDA | 368.58 | 227.22 | 124.18 |
| NET Worth | 707.46 | 367.18 | 196.97 |
| Reserves and Surplus | 660.01 | 328.13 | 161.30 |
| Total Borrowing | 919.92 | 909.38 | 732.79 |
| Amount in ₹ Crore | |||
31 માર્ચ,2025 અને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ વચ્ચે જૈન રિસોર્સ રિસાયક્લિંગ લિમિટેડની આવકમાં 60% નો વધારો થયો છે અને કર પછીનો નફો (PAT) 36% નો વધારો થયો છે.
લીડ મેનેજર્સઃ ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ અને પીએલ કેપિટલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.
