અમદાવાદઃ નવા કેલેન્ડર વર્ષ 2023ના જાન્યુઆરી માસના કુલ 10 ટ્રેડિંગ સેશન્સમાંથી માત્ર 3 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં જાન્યુઆરીમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 907 પોઇન્ટ ઘટી ચૂક્યો છે.

DateClose
2/01/202361,167.79
3/01/202361,294.20
4/01/202360,657.45
5/01/202360,353.27
6/01/202359,900.37
9/01/202360,747.31
10/01/202360,115.48
11/01/202360,105.50
12/01/202359,958.03
13/01/202360,261.18

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સમાં 58 પોઇન્ટનો નોમિનલ સુધારો

સાપ્તાહિક ધોરણે સેન્સેક્સે માત્ર 58 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. સપ્તાહ દરમિયાન 60,889.41ની ટોચ અને 59,628.43ની બોટમ નોંધાવી હતી. માર્કેટમાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સમાં ખાસ્સો ઘટાડો થયો હોવાનું જોવા મળ્યું છે.

શૂક્રવારે સેન્સેક્સ 303 પોઇન્ટ સુધરી 60000 પોઇન્ટ ક્રોસ

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, સેન્ટિમેન્ટ સાવેતીનું

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ363419291559
સેન્સેક્સ302010

સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 303 પોઇન્ટ સુધર્યો હતો. સેન્સેક્સના સુધારામાં આઇટી, ટેકનોલોજી, પાવર સેક્ટોરલ્સ જોડાયા હતા. સ્મોલકેપ અને મિડકેપ ઇન્ડાઇસિસમાં નોમિનલ સુધારો નોંધાયો હતો. BSE સેન્સેક્સ ઉપરમાં 60,418.26 અને નીચામાં 59,628.43 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 303.15 પોઈન્ટ્સ અથવા 0.51 ટકા વધીને 60,261.18 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,999.35 અને નીચામાં 17,774.25 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 98.40 પોઈન્ટ્સ અથવા 0.55 ટકા વધીને 17,956.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
RALLIS258.05+16.55+6.85
NATIONSTD5,710.60+951.75+20.00
APCOTEXIND466.85+34.65+8.02
GENUSPOWER90.85+6.10+7.20
MAHINDCIE377.50+20.80+5.83

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
LTTS3,446.95-193.55-5.32
APARINDS1,702.15-92.30-5.14
VBL1,134.80-52.50-4.42
BATAINDIA1,578.65-58.20-3.56
GUJGAS450.45-16.35-3.50