જાવાએ આઇકોનિક જાવા 350 લીગસી એડિશન લોન્ચ કરી

પૂણે, 22 ફેબ્રુઆરી: જાવાએ જાવા 350 લીગસી એડિશન વિશિષ્ટ ઉમેરા સાથે રાઇડિંગ અનભવમાં વધારો કરે છે. જેમ કે ટુરિંગ વાઇઝર જે સરળતાથી સામા પવનને કાપવામાં મદદ કરે છે, પિલિયન બેકરેસ્ટ જે ટુ-અપ રિડિંગ માટે આરામ વધારે છે, પ્રીમિયમ ક્રેશ ગાર્ડ જે વધુ સુરક્ષા આપે છે. આ એડિશનમાં પ્રીમિયમ લેધર કીચેઇન અને કલેક્ટર્સ એડિશન જાવા મિનિયેચરનો પણ સમાવેશ થાય છે. જાવા 350 350 Alpha2-t, લિક્વિડ-કૂલ્ડ એન્જિનથી બેસ્ટ-ઇન-ક્લાસ 22.5PS અને 28.1Nm આપે છે. આસિસ્ટ અને સ્લીપર ક્લચ સરળ ગીયર ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરે છે, પ્રિસિઝન-એન્જિનિયર્ડ 6-સ્પીડ ગીયરબોક્સ શ્રેષ્ઠ પાવર પૂરો પાડે છે અને ડ્યુઅલ-ચેનલ એબીએસ શ્રેષ્ઠ કંટ્રોલ અને શ્રેષ્ઠતમ બ્રેકિંગ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરે છે. તે નવી ચેસીસ અને એન્જિન, ક્લાસ-લીડિંગ 178mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ, લાંબો વ્હીલબેઝ અને વિશાળ ટાયર ધરાવે છે. જાવા 350 વિવિધ પ્રાથમિકતાઓને અનુરૂપ અત્યાધુનિક પસંદગીઓ પૂરી પાડે છે. ક્રોમ વેરિઅન્ટ જેમ કે ટાઇમલેસ મરૂન, કમાન્ડિંગ બ્લેક, વાઇબ્રન્ટ મિસ્ટિક ઓરેન્જ અને સોલિડ વેરિઅન્ટ્સ જેમ કે સ્ટનિંગ ડીપ ફોરેસ્ટ, ગ્રે અને ઓબ્સિડિયન બ્લેક જેવા દરેક વેરિઅન્ટ ડિટિલ અને પ્રીમિયમ ફિનિશ પર અપાયેલું ધ્યાન દર્શાવે છે જેના માટે જાવા જાણીતી છે. જાવા 350 લેગસી એડિશન રૂ. 1,98,950 (એક્સ-શોરૂમ, નવી દિલ્હી) ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.