Jio Financial સર્વિસિસ 21 ઓગસ્ટે લિસ્ટેડ થશે
Reliance ind.ના શેરધારકોને એક શેર સામે JIOFIN.નો એક શેરની લ્હાણી
Symbol: | JIOFIN |
Series: | Equity “T Group” |
BSE Code: | 543940 |
ISIN: | INE758E01017 |
Face Value: | Rs 10/- |
Discovered Price: | Rs 261.85 |
મુંબઇ, 18 ઓગસ્ટઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડિમર્જ થયેલી Jio ફાઇનાન્સિયલ સર્વિસ 21 ઓગસ્ટે લિસ્ટેડ થવા જઇ રહી છે. FTSE રસેલ Jio ફાયનાન્સિયલ સર્વિસને તેના ઇન્ડાઇસિસમાંથી દૂર કરવાની યોજના ધરાવે છે તેના એક દિવસ પહેલા એટલેકે સોમવારના રોજ લિસ્ટિંગ થવા જઇ રહ્યું છે. Jio Financial Services હાલમાં તેની ડિસ્કવરી પ્રાઇસ રૂ. 261.85 સાથે ડમી ટિકર હેઠળ લિસ્ટેડ છે પરંતુ સ્ક્રીપમાં કોઈ ટ્રેડિંગ થઈ રહ્યું નથી. કંપનીએ બીએસઇને જાણ કરી છે કે, સોમવાર, 21 ઓગસ્ટ, 2023થી અમલમાં આવે તે રીતે Jio Financial Services Ltd (અગાઉ રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ તરીકે ઓળખાતી કંપની)ના ઇક્વિટી શેર ટ્રેડિંગ માટે ટી ગ્રૂપમાં લિસ્ટેડ કરાવવામાં આવશે. તે અનુસાર આ સ્ક્રીપ 10 ટ્રેડિંગ દિવસો માટે ટ્રેડ-ફોર-ટ્રેડ સેગમેન્ટમાં રહેશે. Jio Financial Servicesના ડિમર્જરના ભાગરૂપે, રિલાયન્સના શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક શેર સામે Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો એક શેર મળશે. કંપની મુખ્યત્વે NBFC માર્કેટ અને ક્રેડિટ માર્કેટ સેગમેન્ટમાં કામ કરશે અને તેની કામગીરી વીમા, ડિજિટલ પેમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ વર્ટિકલ્સમાં વિસ્તારવાની વ્યૂહાત્મક યોજના ધરાવે છે.
કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ માટે બ્લેકરોક સાથે કર્યું જોડાણ
ગયા મહિને, કંપનીએ મ્યુચ્યુઅલ ફંડ કંપની શરૂ કરવા માટે વિશ્વના સૌથી મોટા એસેટ મેનેજર, બ્લેકરોક સાથે જોડાણની જાહેરાત કરી હતી. એકસાથે, ભાગીદારી $300 મિલિયનના પ્રારંભિક રોકાણને લક્ષ્યાંકિત કરીને ભારતના બજારમાં એક નવા ખેલાડીને રજૂ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કંપનીના 2022-2023ના વાર્ષિક અહેવાલમાં શેરધારકોને તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ નાણાકીય સેવા ક્ષેત્રમાં વૃદ્ધિની તકો મેળવવા અને લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે અનન્ય સ્થાન ધરાવે છે. રિલાયન્સે ઓક્ટોબર 2022માં જાહેરાત કરી હતી કે તે તેના નાણાકીય સેવાઓના વ્યવસાયને ડિમર્જ કરશે અને લિસ્ટિંગ કરાવશે. તે અનુસાર રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સ – જેનું નામ બદલીને Jio ફાયનાન્સિયલ સર્વિસીસ (JFS) રાખવામાં આવ્યું છે.