આણંદ, 7 ઓગસ્ટ: કલ્યાણ જ્વેલર્સે વિદ્યાનગર ખાતે તેના નવા શોરૂમના લોંચ સાથે આણંદમાં તેના પ્રવેશની જાહેરાત કરી છે. આ લોંચ સાથે કલ્યાણ જ્વેલર્સે ગુજરાતમાં કંપનીનો સાતમો શોરૂમ કર્યો છે. હાલમાં જ્વેલરી બ્રાન્ડ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર જેવાં મુખ્ય બજારોમાં તેની ઉપસ્થિતિ ધરાવે છે.

નવા શોરૂમ વિશે પ્રતિક્રિયા આપતાં કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમેશ કલ્યાણરમને કહ્યું હતું કે ગુજરાતમાં અમારો 7મો શોરૂમ છે. અમે વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશી રહ્યાં છીએ અને ગુજરાત રાજ્યમાં અમારી ભૌગોલિક ઉપસ્થિતિમાં સતત વિસ્તરણ કરતાં અમે અમારા ગ્રાહકોને બેસ્ટ-ઇન-ક્લાસ શોપિંગ અનુભવ પૂરો પાડવા તથા વિશ્વાસ અને પારદર્શિતાના કંપનીના મૂલ્ય પ્રત્યે ખરા ઉતરવા કટીબદ્ધ છીએ. કલ્યાણ જ્વેલર્સ ખાતે વેચાતી તમામ જ્વેલરી બીઆઇએસ હોલમાર્ક છે અને શુદ્ધતાના બહુવિધ પરિક્ષણોમાંથી પસાર થાય છે. ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ મેળવશે, જે શુદ્ધતા, ઘરેણાંના વિનામૂલ્યે આજીવન મેન્ટેનન્સ, પ્રોડક્ટની વિસ્તૃત માહિતી, પારદર્શિક એક્સચેન્જ અને બાય-બેક પોલીસી ધરાવે છે. આ સર્ટિફિકેશન બ્રાન્ડ દ્વારા તેના ગ્રાહકોને કરાતી બેસ્ટ ઓફરિંગ પ્રદર્શિત કરે છે. આ શોરૂમમાં કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ સામેલ છે, જેમાં મુહૂર્ત (વેડિંગ જ્વેલરી લાઇન), મુદ્રા (હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી), નિમાહ (ટેમ્પલ જ્વેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિયા (સોલિટેર જેવા ડાયમંડ જ્વેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વા (ખાસ પ્રસંગો માટેના હીરા), અંતરા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (ડેઇલી વેર ડાયમંડ્સ), રંગ (કિંમતી સ્ટોનની જ્વેલરી) અને તાજેતરમાં લોંચ થયેલી લીલા (કલર્ડ સ્ટોન્સ અને ડાયમંડ જ્વેલરી)નો સમાવેશ થાય છે.