કલ્યાણ જ્વેલર્સનો FY24માં નફો 38 ટકા વધ્યો
થ્રીસુર, 13 મે: કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 18548 કરોડની રેકોર્ડ કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે. જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 14071 કરોડ સામે 32 ટકા વધી છે. FY24માં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 38 ટકા વધી રૂ. 596 કરોડ નોંધાયો છે. સ્ટેન્ડઅલોન આવક FY24માં રૂ. 15783 કરોડ થઈ છે. જે FY23માં રૂ. 11584 કરોડની સરખામણીએ 36 ટકા ગ્રોથ દર્શાવે છે. FY24માં ચોખ્ખો નફો (ભારત) 42 ટકા વધી રૂ. 554 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે રૂ. 390 કરોડ હતો.
Q4 FY24 માટે કોન્સોલિડેટેડ આવક Q4 FY23માં રૂ. 3382 કરોડ સામે 34 ટકા વધી રૂ. 4535 કરોડ થઈ છે. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 137 કરોડ નોંધાયો છે. જે Q4 FY23માં રૂ. 70 કરોડ સામે 96 ટકા વૃદ્ધિ દર્શાવે છે. Q4 FY24માં કંપનીની સ્ટેન્ડઅલોન આવક રૂ. 3876 કરોડ રહી હતી. જે અગાઉના વર્ષના સમાનગાળામાં રૂ. 2805 કરોડ સામે 38 ટકા વધી છે. ત્રિમાસિક માટે ચોખ્ખો નફો (ભારત) 99 ટકા વધી રૂ. 131 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 66 કરોડ હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)