Naresh Karda
Chairman and Managing Director

નાસિક, 9 એપ્રિલ: કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટરમાં વ્યસ્ત કંપની KBC ગ્લોબલ લિમિટેડે (જે અગાઉ કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડના નામે ઓળખાતી હતી) સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેમાં વિસ્તરણ માટે તેની વ્યૂહાત્મક યોજનાઓ જાહેર કરી છે. કંપની નાસિકમાં રેસિડેન્શિયલ તથા રેસિડેન્શિયલ-કમ-ઓફિસ પ્રોજેક્ટ્સના ડેવલપમેન્ટ અને વેચાણમાં નિપુણતા હાંસલ કરી છે. કંપની બે સેગમેન્ટ્સમાં મુખ્યત્વે કામ કરે છે, રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સમાં કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ તથા કોન્ટ્રાક્ટ પરના પ્રોજેક્ટ્સ.

કંપનીના વૃદ્ધિ માર્ગ અંગે ટિપ્પણી કરતા KBC ગ્લોબલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નરેશ કાર્ડાએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં આગળ રહેલી તકો માટે અમારી વ્યૂહાત્મક પહેલ, મજબૂત પોર્ટફોલિયો પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ પર સ્પષ્ટ ધ્યાન સાથે કાર્ડા કન્સ્ટ્રક્શન લિમિટેડ ગ્લોબલ રિયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રણી કંપની તરીકે ઊભરવા માટે તૈયાર છીએ. કંપનીના નોંધપાત્ર પ્રોજેક્ટ્સમાં હરિ ગોકુલધામ, હરિ નક્ષત્ર-2 ઇસ્ટએક્સ ટાઉનશિપ, હરિ સંસ્કૃતિ 2, હરિ સિદ્ધિ અને હરિ સમર્થ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આફ્રિકામાં ઓછી કિંમતના હાઉસિંગ પ્રોજેક્ટ્સના વિકાસ માટે કામ કરશેકંપનીએ 950 ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ જારી કર્યા
KBC ગ્લોબલ લિમિટેડની સ્ટેપ-ડાઉન પેટાકંપની અને KBC ગ્લોબલ એફઝેડસીઓની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એવી KBC ઇન્ટરનેશનલ લિમિટેડે નાઈજીરિયા રિપબ્લિકમાં ફેડરલ હાઉસિંગ ઓથોરિટી (એફએચએ) સાથે મેમોરેન્ડમ ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર આફ્રિકામાં ઓછી કિંમતના હાઉસિંગ પ્રોજેક્ટ્સના વિકાસ માટે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ અને ફાઇનાન્સિંગ કોન્ટ્રાક્ટર તરીકે એફએચએ સાથે ભાગીદારીમાં KBC ઇન્ટરનેશનલ લિમિટેડની રૂચિ દર્શાવે છે, જે આંતરરાષ્ટ્રીય રિયલ એસ્ટેટ માર્કેટમાં કંપનીના પ્રવેશને ચિહ્નિત કરે છે.કંપનીએ 950 ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ જારી કરીને સફળતાપૂર્વક ફંડ એકત્ર કર્યું છે, જેમાં દરેકનું મૂલ્ય 100,000 યુએસ ડોલર છે. આ બોન્ડ્સ 17 જાન્યુઆરી-23થી મોરેશિયસની AFRINEXના AFRINEX સિક્યોરિટીઝ લિસ્ટમાં લિસ્ટેડ છે (KBC GLOBAL LTD). કંપનીએ 950 અનસિક્યોર્ડ ફોરેન કરન્સી કન્વર્ટિબલ બોન્ડ્સ જારી કરીને તથા ફાળવણી કરીને 95,000,000.00 યુએસ ડોલર જેટલી રકમના ઉછીના લીધેલા ફંડ્સ માટે રિવાઇઝ્ડ ટર્મ શીટ મંજૂરી કરી હતી. 2022-23 માટે કાર્ડા કન્સ્ટ્રક્શને રૂ. 10,818.56 લાખની આવકો નોંધાવી હતી.  

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)