કીસ્ટોન રિયાલ્ટર્સનો IPO તા. 14 નવેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ. 514- 541
Keystone Realtors IPOની મહત્વની વિગતો
ઇશ્યૂ ખૂલશે | 14 નવેમ્બર |
ઇશ્યૂ બંધ થશે | 16 નવેમ્બર |
ફેસવેલ્યૂ | રૂ. 10 |
પ્રાઇસબેન્ડ | રૂ. 514- 541 |
ઇશ્યૂ સાઇઝ | કુલ રૂ. 635 કરોડ |
ફ્રેશ ઇશ્યૂ | રૂ. 560 કરોડ |
ઓફર ફોર સેલ | રૂ. 75 કરોડ |
લિસ્ટિંગ | બીએસઇ, એનએસઇ |
અમદાવાદઃ રિયલ એસ્ટેટ કન્સ્ટ્રક્શન, ડેવલોપમેન્ટ, રિડેવલોપમેન્ટ સહિતની એક્ટિવિટી સાથે સંકળાયેલી અને 1995માં સ્થપાયેલી કીસ્ટોન રિયાલ્ટર્સ લિ. તા. 14 નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની ફેસ વેલ્યૂ અને રૂ. 514- 541ની પ્રાઇસ બેન્ડ સાથેના શેર્સ ઓફર કરવા દ્વારા રૂ. 635 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવામાં આવશે.
કંપનીના પ્રમોટર્સ
બોમન રૂસ્તમ ઇરાની, પર્સી સોરાબજી ચૌધરી, ચંદ્રેશ મહેતા
કંપનીની કામગીરીનો ઇતિહાસ
તા. 30 જૂન-22 સુધીમાં કંપનીએ 32 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. 12 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને 21 નવા પ્રોજેક્ટ્સ મુંબઇ મેટ્રોપોલિટન રિજિયન (એમએમઆર)માં આવી રહ્યા છે. કંપનીએ 2.022 કરોડ ચોરસ ફીટ હાઇ વેલ્યૂ અને એફોર્ડેબલ રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ, પ્રિમિયમ ગેટેડ એસ્ટેટ્સ, ટાઉનશીપ, કોર્પોરેટ પાર્ક્સ, રિટેલ સ્પેસ, સ્કૂલ્સ, આઇકોનિક લેન્ડમાર્ક્સ સહિતના વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ હાથ ધરેલા છે. કંપની તા. 30 જૂન-22ની સ્થિતિ અનુસાર 280 બિલ્ડિંગ્સ ડેવલોપ કરવા સાથે 14000 ફેમિલીને મકાનો ફાળવી ચૂકી છે.
Keystone Realtorsની નાણાકીય કામગીરી એક નજરે
સમયગાળો | આવકો | ચોખ્ખો નફો |
31-Mar-19 | 2142.65 | 137.74 |
31-Mar-20 | 1268.6 | 14.49 |
31-Mar-21 | 1177.27 | 231.82 |
30-Jun-21 | 91.4 | -0.97 |
31-Mar-22 | 1302.97 | 135.83 |
30-Jun-22 | 176 | 4.22 |
(આંકડા રૂ. કરોડમાં)
ઇશ્યૂનો હેતુ
કંપની તેના અને પેટા કંપનીઓના દેવાઓ પૂર્ણ કે આંશિક સ્વરૂપમાં ચૂકવવા સાથે દેવા ભારણ હળવું કરશે. ભાવિ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ માટેના ખર્ચની ફંડ જરૂરિયાતો સંતોષવા માટે.
મહત્વની ઇવેન્ટસની સંભવિત તારીખો
ઇવેન્ટ | તારીખ |
એલોટમેન્ટ | 21 નવેમ્બર |
શેર્સ ટૂ ડિમેટ | 23 નવેમ્બર |
લિસ્ટિંગ | 24 નવેમ્બર |
એપ્લિકેશન સાઇઝ એટ એ ગ્લાન્સ
એપ્લિકેશન | લોટ્સ | શેર્સ | રકમ |
Retail (Min) | 1 | 27 | ₹14,607 |
Retail (Max) | 13 | 351 | ₹189,891 |
S-HNI (Min) | 14 | 378 | ₹204,498 |
B-HNI (Min) | 69 | 1,863 | ₹1,007,883 |
પ્રિ અને પોસ્ટ IPO Promoter Holding
Pre Issue Share Holding | 96.71% |
Post Issue Share Holding | 87.92% |