રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં KKR રૂ. 2,069.50 કરોડ રોકશે, ઇક્વિટી હિસ્સો વધારી 1.42% કરશે
મુંબઈ, 12 સપ્ટેમ્બર: રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ જાહેરાત કરી છે કે વૈશ્વિક રોકાણ કંપની KKR તેની સહયોગી કંપની થકી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની RRVLમાં રૂ. 2,069.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણમાં RRVLની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂ. 8.361 લાખ કરોડ આંકવામાં આવી છે, આમ કંપની દેશની સૌથી વધુ ઇક્વિટી વેલ્યૂ ધરાવતી ટોચની ચાર કંપનીઓમાં સ્થાન મેળવે છે.
KKRને આ પુનઃરોકાણ થકી RRVLમાં ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર વધારાનો 0.25% ઇક્વિટી હિસ્સો મળશે. વર્ષ 2020માં RRVLમાં રૂ.5,550 કરોડના રોકાણના તેના હિસ્સા સાથે મળીને RRVLમાં KKRનો ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝીઝ પર કુલ ઈક્વિટી હિસ્સો 1.42% સુધી થશે. વર્ષ 2020માં RRVL દ્વારા રૂ.4.21 લાખ કરોડના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર રૂ.47,265 કરોડનું રોકાણ વિવિધ વૈશ્વિક રોકાણકારો પાસેથી મેળવવામાં આવ્યું હતું.
RRVL તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ દ્વારા ગ્રોસરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ તથા ફાર્માના ક્ષેત્રમાં 18,500થી વધુ સ્ટોર્સ અને ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મના ઇન્ટિગ્રેટેડ ઓમ્નીચેનલ નેટવર્ક સાથે 267 મિલિયન લોયલ્ટી કસ્ટમર્સને સેવા આપતા ભારતના સૌથી મોટા સૌથી ઝડપથી વિકસતા અને સૌથી નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે.
KKR પાસે હેઠળ અંદાજે $519 બિલિયન અસ્કયામતો
વર્ષ 1976માં સ્થપાયેલી KKR પાસે 30 જૂન 2023 સુધીમાં તેના સંચાલન હેઠળ અંદાજે $519 બિલિયન અસ્કયામતો છે. KKR પાસે અગ્રણી વૈશ્વિક સાહસો બનાવવાનો લાંબો ઈતિહાસ છે જે કન્ઝ્યુમર રિટેલ અને ઈકોમર્સ ક્ષેત્રો સહિત ટેકનોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં મોખરે છે, તેમજ ભારતમાં અગ્રણી કોર્પોરેશનો સાથે સહયોગ સાધવાનો તેનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. RRVLમાં KKRનું ફોલો-ઓન ઇન્વેસ્ટમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથેના તેના સંબંધોને આગળ વધારશે. RRVLમાં તેના આ રોકાણ ઉપરાંત KKR રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની તથા દેશના અગ્રણી ડિજિટલ સર્વિસિઝ પ્લેટફોર્મ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં પણ રોકાણકાર હોવાનુંરિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર શ્રીમતી ઈશા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
મોર્ગન સ્ટેનલી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના નાણાકીય સલાહકાર હતા અને સિરિલ અમરચંદ મંગળદાસ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે કાનૂની સલાહકાર હતા.