Laser Power & Infra Limited એ DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ (LPIL)એ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા રૂ. 1200 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપની પાવર ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રિબ્યુશન ઇન્ડસ્ટ્રી માટે પાવર કેબલ્સ, કંડક્ટર અને સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટ્સ તથા કોમ્પોનન્ટ્સના એકીકૃત ઉત્પાદક છે.
DRHP મૂજબ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 800 કરોડ સુધીના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 400 કરોડના ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. કંપનીના પ્રમોટર દીપક ગોયલ, દેવેશ ગોયલ, અક્ષત ગોયલ અને રાખી ગોયલ છે. ઓએફએસના ભાગરૂપે દીપક ગોયલ, રાખી ગોયલ અને દેવેશ ગોયલ અનુક્રમે રૂ. 225 કરોડ, રૂ. 50 કરોડ અને રૂ. 125 કરોડ સુધીના ઇક્વિટી શેર્સ ઓફર કરશે.
એલપીઆઇએલ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ રૂ. 600 કરોડના કેટલાંક બાકીના ઋણના પ્રી-પેમેન્ટ અથવા રિ-પેમેન્ટ, સંપૂર્ણ અથવા આંશિક માટે કરશે તેમજ બાકીની રકમ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.
એલપીઆઇએલ વર્ષ 1988માં સ્થાપિત ભારતીય રેલવે, ટીપી સેન્ટ્રલ ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ, ટીપી વેસ્ટર્ન ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ, ટીપી નોર્ધન ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન લિમિટેડ, ટીપી સધર્ન ઓડિશા ડિસ્ટ્રિબ્યુશન તેમજ મોન્ટેકાર્લો લિમિટેડ, કેઆરવાયએફએસ પાવર કોમ્પોનન્ટ્સ લિમિટેડ જેવી વિવિધ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ માટે મેન્યુફેક્ચરિંગ અને ઇપીસી એમ બે સેગમેન્ટમાં કાર્યરત છે.
એલપીઆઇએલ પશ્ચિમ બંગાળમાં ત્રણ ઉત્પાદન એકમોનું સંચાલન કરે છે, જેની 31 માર્ચ, 2025 સુધીમાં કુલ સ્થાપિત ક્ષમતા 73,100 એમટી છે. નાણાકીય વર્ષ 2025માં કંપનીએ કામગીરીમાંથી રૂ. 2,570 કરોડની આવક તેમજ નાણાકીય વર્ષ 2023થી 40 ટકા સીએજીઆર નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2025માં કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) રૂ. 106 કરોડ હતો.
તાજેતરના વર્ષોમાં ભારતીય ઇલેક્ટ્રિકલ વાયર અને કેબલ્સ,,પાવર કંડક્ટર અને સિગ્નલ કેબલ્સ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેનું મુખ્ય કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને ટેલિકોમ્યુનિકેશન જેવા વિવિધ ક્ષેત્રોની માંગમાં વધારો છે. વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પ્રોજેક્ટ્સ, બાંધકામ પ્રવૃત્તિઓમાં વધારો, ડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો, રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન, સ્માર્ટ ગ્રીડમાં રોકાણો, પાવર સેગમેન્ટમાં હાલ કાર્યરત સરકારી યોજનાઓ તેમજ નિકાસ માંગને કારણે આ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થવાની અપેક્ષા છે.
DRHP મૂજબ અપાર ઇન્ડસ્ટ્રીઝ, પોલિકેબ ઇન્ડિયા, કેઇઆઇ ઇન્ડસ્ટ્રીઝ, ડાયનેમિક કેબલ્સ અને યુનિવર્સલ કેબલ્સ તેના લિસ્ટેડ પિઅર્સ છે.
આઇઆઇએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ અને આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
