IPO: KSH ઈન્ટરનેશનલ લિ.નો રૂ. 710 કરોડનો ઈશ્યૂ આજે ખૂલ્યો, જાણો આઈપીઓ વિશે મહત્ત્વની બાબત
અમદાવાદ, તા. 16 ડિસેમ્બર: પ્રાઈમરી માર્કેટમાં એક પછી એક આઈપીઓની વણઝાર ચાલુ છે. આજે કેએસએચ ઈન્ટરનેશનલ લિમિટેડનો રૂ. 710 કરોડનો આઈપીઓ ખૂલી રહ્યો છે. જેની ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ 365-384 નિર્ધારિત કરવામાં આવી છે.
કંપની શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત ધરાવતા 18489583 શેર વેચી ફંડ એકત્ર કરશે. જેમાં રૂ. 420 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 290 કરોડનો ઓફર ફોર સેલ સમાવિષ્ટ છે. લોટદીઠ 39 શેર ફાળવવામાં આવશે. ઈશ્યૂની ક્લોઝિંગ તારીખ 18 ડિસેમ્બર, 2025 છે.જેના શેર એલોટમેન્ટ 19 ડિસેમ્બરે અને લિસ્ટિંગ 23 ડિસેમ્બરે થવાની શક્યતા છે.
1979માં સ્થાપિત KSH ઇન્ટરનેશનલ લિમિટેડ ભારતમાં મેગ્નેટ વિન્ડિંગ વાયરનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો નિકાસકાર છે. KSH ઇન્ટરનેશનલ ‘KSH’ બ્રાન્ડ હેઠળ કાર્ય કરે છે અને પાવર, રિન્યુએબલ, રેલ્વે, ઓટોમોટિવ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં OEM ને સપ્લાય કરે છે. જે આ સેગમેન્ટમાં દેશની ત્રીજી ટોચની કંપની છે. કંપનીની આવક, ચોખ્ખો નફો અને એસેટ્સ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સતત વધી છે. જોકે, સાથે દેવાનું પ્રમાણ પણ વધ્યું છે.
ફંડામેન્ટલ્સ
| Period Ended | 30 Jun 2025 | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 |
| Assets | 793.28 | 744.91 | 482.71 | 359.18 |
| Total Income | 562.60 | 1,938.19 | 1,390.50 | 1,056.60 |
| Profit After Tax | 22.68 | 67.99 | 37.35 | 26.61 |
| EBITDA | 40.28 | 122.53 | 71.46 | 49.90 |
| NET Worth | 321.47 | 298.55 | 230.95 | 193.66 |
| Reserves and Surplus | 293.07 | 270.14 | 225.26 | 187.97 |
| Total Borrowing | 379.39 | 360.05 | 206.81 | 120.35 |
| Amount in ₹ Crore | ||||
બ્રોકરેજનો મત
વિવિધ બ્રોકરેજ હાઉસે એન્જલ વન, કેનેરા બેન્ક સિક્યુરિટીઝ, વેન્ચુરા સિક્યુરિટીઝ, સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટ, સુશીલ ફાઈનાન્સ સહિતના બ્રોકર્સે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. જ્યારે અરિહંત કેપિટલ માર્કેટ અને કેપિટલ માર્કેટે તેમાં ન્યૂટ્રલ વલણ દર્શાવ્યું છે. ડીઆરએચપીમાં દર્શાવ્યા મુજબ, કંપનીની શેરદીઠ કમાણી તેની હરીફ પ્રિસિઝન વાયર્સ (રૂ. 5.04) કરતાં વધુ અને રામ રત્ન (15.06) કરતાં ઓછી છે. તેની શેરદીઠ કમાણી ર. 11.97 છે. જો કે, ગ્રે માર્કેટમાં હાલ કોઈ પ્રીમિયમ જોવા મળ્યા નથી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
