અમદાવાદ, 18 નવેમ્બરઃ લેન્સકાર્ટે આજે ભારતમાં મેલરના લોન્ચની જાહેરાત કરી હતી અને ગ્લોબલ પોપ-કલ્ચર બ્રાન્ડ પોપમાર્ટ સાથે નવી ક્રિએટિવ આઇવેર પાર્ટનરશિપ રજૂ કરી હતી. આ સાથે તેણે મોર્ડન હાઉસ ઓફ આઇવેર બ્રાન્ડ્સ ઊભી કરવાની તેની મહત્વાકાંક્ષા મજબૂત બનાવી છે અને લેન્સકાર્ટને સમકાલિન આઇવેર ડિઝાઇન માટેના સેન્ટર તરીકે સ્થાપી છે.

આ ભાગીદારી હેરી પોટર, હેલો કીટી, પોકેમોન, ડ્રેગન બોલ ઝેડ, સુપરમેન અને બેટમેન સહિતના સાંસ્કૃતિક સહયોગના લેન્સકાર્ટના વિસ્તરણ પર આધારિત છે. આ સહયોગ લેન્સકાર્ટને ચાહકો અને ઉભરતી ઉપસંસ્કૃતિઓ સાથે ગહનતાપૂર્વક જોડાતી ડિઝાઇન સમર્થિત વાર્તા કહેવા દ્વારા તેના ચશ્માના આકર્ષણને વિસ્તારવામાં મદદ કરે છે.

બાર્સેલોનામાં સ્થપાયેલી મેલર યુરોપની સૌથી પ્રભાવશાળી ડીટુસી યુથ આઇવેર બ્રાન્ડ્સમાંની એક બની ગઈ છે, જે તેના બોલ્ડ સિલુએટ્સ, સ્ટ્રીટ-કલ્ચર-પ્રેરિત પેલેટ્સ અને અભિવ્યક્તિપૂર્ણ, ફેશનેબલ સુંદરતા દ્વારા બધાથી અલગ પડે છે. 7,00,000થી વધુ ફોલોઅર્સ અને યુરોપ તથા યુએસમાં મજબૂત આકર્ષણ સાથે, મેલરે એક વાઇબ્રન્ટ ગ્લોબલ કમ્યૂનિટી અને વિશિષ્ટ, ડિઝાઇન-આધારિત આઇવેર શોધતા યુવા ગ્રાહકો સાથે ગહન જોડાણ બનાવ્યું છે.

ભારતમાં મેલર હવે લેન્સકાર્ટના રિટેલ નેટવર્ક તેમજ લેન્સકાર્ટ એપ્લિકેશન તથા વેબસાઇટ દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ થશે. આ બ્રાન્ડ સૌથી પહેલા ફેશન પ્રત્યે સભાનતા ધરાવતા ક્ષેત્રો સાથે મેળ ખાય તે માટે GeoIQ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પસંદ કરવામાં આવેલા 500 ક્યુરેટેડ સ્ટોર્સ પર લોન્ચ કરાશે.

લેન્સકાર્ટના મોટાપાયે ડિસ્ટ્રીબ્યુશન, ફુલ-સ્ટેક સપ્લાય ચેઇન, ડિઝાઇન ઇકોસિસ્ટમ અને એડવાન્સ્ડ  ટેકનોલોજી ક્ષમતાઓ દ્વારા સંચાલિત, પાર્ટનર બ્રાન્ડ્સ નવા ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકે છે અને બજારોમાં વધુ અર્થપૂર્ણ રીતે વિકાસ સાધી શકે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)