અમદાવાદ (ગુજરાત), 13 નવેમ્બર: ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓ પૈકીની એક લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 20.01 કરોડ કન્સોલિડેટેડ નોટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2025નાં બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 26.35 કરોડ રહ્યો હતો. સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થતા ત્રિમાસિક ગાળા માટે કુલ આવક રૂ. 170.60 કરોડ નોંધાઇ, જે નાણાકીય વર્ષ 2025નાં બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 171.19 કરોડ હતી. નાણાકીય વર્ષ 2026નાં બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 32.66 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 38.35 કરોડ હતી. 31મી એન્યુઅલ જનરલ મિટિંગ (AGM) ખાતે શેરહોલ્ડર્સે પ્રતિ શેર રૂ. 1.80 (18%) ડિવિડન્ડને મંજૂરી આપી છે.

31મી એજીએમ ખાતે પ્રતિ શેર રૂ. 1.80 ડિવિડન્ડને મંજૂરીઆગામી 3 વર્ષમાં રૂ. 1000 કરોડ રેવન્યુનું કંપનીનું ધ્યેયકાર્ડિયાક, ડાયાબિટીક, ડર્મેટોલોજી અને ઇએનટી સેગમેન્ટ્સ થકી 15-18% વાર્ષિક ગ્રોથ રેટ હાંસલ કરવાનું લક્ષ્ય

હાઇ – વોલ્યુમ પ્રોડક્ટ લાઇન્સમાં બિઝનેસ એક્સપાન્શન અને નવા માર્કેટ્સમાં પ્રવેશ થકી આગામી 3 વર્ષમાં રૂ. 1000 કરોડ રેવન્યુનું કંપનીનું ધ્યેય છે. આ લક્ષ્ય કાર્ડિયાક, ડાયાબિટિક, ડર્મેટોલોજી અને ઇએનટી સેગમેન્ટ્સ દ્વારા 15-18% વાર્ષિક ગ્રોથ રેટ હાંસલ કરવા માટે કંપનીની સ્ટ્રેટજીનો એક ભાગ છે. કંપની ડાયવર્સ હેલ્થકેર માંગ પૂરી કરીને તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટનો વિસ્તાર કરવા માટે પ્રતિબદ્ધ છે. ફોરેન ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સે (FIIs) 30 સપ્ટેમ્બર 2025નાં રોજ કંપનીમાં હોલ્ડીંગ વધારીને 4.73% કર્યું છે.

હાઇલાઇટ્સ – H1FY26 રીઝલ્ટ્સ

સપ્ટેમ્બર 2025નાં રોજ પૂર્ણ થતા અર્ધવાર્ષિક (H1FY26) માટે કંપનીએ રૂ. 47.71 કરોડ સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ ત્રિમાસિક માટે રૂ. 50.03 કરોડ રહ્યો હતો. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે કુલ આવક રૂ. 339.93 કરોડ નોંધાઇ હતી, જે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે રૂ. 328.88 કરોડ હતી. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિકમાં એબિટા રૂ. 71.74 કરોડ નોંધાઇ છે, જે નાણાકીય વર્ષ 2025નાં પ્રથમ અર્ધવાર્ષિકમાં રૂ. 71.50 કરોડ નોંધાઇ હતી. નાણાકીય વર્ષ 2026નાં પ્રથમ અર્ધવાર્ષિક માટે ઇપીએસ પ્રતિ શેર રૂ. 23.79 નોઁધાયો છે.

કંપનીનાં પર્ફોર્મન્સ અને ભાવિ યોજનાઓ વિશે જણાવતા લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનાં મેનેજીંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે કહ્યું કે, ફરી એક વખત મજબૂત ત્રિમાસિક પરીણામોથી અમે આનંદિત છીએ, જે સસ્ટેનેબલ ગ્રોથ અને વેલ્યુ ક્રિએશન પ્રત્યે અમારા સતત પ્રયાસો દર્શાવે છે. તમામ બિઝનેસ વર્ટીકલ્સમાં સતત સારા દેખાવ સાથે અમે આગામી 3 વર્ષમાં રૂ. 1000 કરોડ રેવન્યુ સુધી પહોંચવાનાં અમારા સ્ટ્રટેજીક ધ્યેયને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા વિકાસની ગતિને કાર્ડિયાક, ડાયાબિટીસ, ડર્મેટોલોજી અને ઇએનટી જેવા હાઇ-વેલ્યુ થેરાપ્યુટીક સેગમેન્ટમાં એક્સપાન્શન, નવી પ્રોડક્ટ રજૂઆત અને ઉભરતા માર્કેટ્સમાં પ્રવેશ દ્વારા ટેકો મળે છે. અમારી સેફેલોસ્ફોરીન ફેસિલિટી ખાતે બલ્ક ડ્રગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની શરૂઆત તથા વિકાસ અમારી નિકાસ ક્ષમતા અને બેકવર્ડ ઇન્ટીગ્રેશનને મજબૂત બનાવે છે. અમારા મજબૂત R&D, ઓપરેશનલ એક્સલન્સ તથા મજબૂત પ્રોડક્ટ પાઇપલાઇન થકી અમને 15-18% વાર્ષિક ગ્રોથ જાળવી રાખવાનો વિશ્વાસ છે. ડેટ-ફ્રી બેલેન્સ શીટ સાથે અમે સસ્ટેનેબલ, પ્રોફિટેબલ ગ્રોથ અને લોંગ ટર્મ શેરહોલ્ડર વેલ્યુ વધારવા માટે સક્ષમ છીએ.”

કંપનીની ગ્રોથ સ્ટ્રેટેજી નિકાસ માટે નવી પ્રોડક્ટ્સ રજીસ્ટર કરીને તેની ગ્લોબલ ફૂટપ્રિન્ટનાં વિસ્તરણ પર, ડોમેસ્ટિક માર્કેટ પ્રેઝન્સનાં વિસ્તરણ તથા આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓનો ઉપયોગ પર કેન્દ્રિત છે. એક્યુટ સેગમેન્ટમાં મજબૂત પાયા સાથે કંપની હવે લાઇફસ્ટિલ અને ક્રોનીક સેગમેન્ટમાં મજબૂત પોર્ટફોલિયો બનાવી રહી છે જેમાં ખાસકરીને મહિલાઓ માટે હેલ્થકેર અને ડર્મેટોલોજીનો સમાવેશ થાય છે. હેલ્ધી કેશ એક્યુરલ, નો-ટર્મ ડેટ તથા મજબૂત રીટર્ન રેશિયો થકી કંપનીની લિક્વિડિટી મજબૂત છે.

રેગ્યુલેટેડ અને સેમી – રેગ્યુલેટેડ માર્કેટ્સમાં પોતાની હાજરીનો મજબૂત કરવા પર કંપનીનું ધ્યાન કેન્દ્રિત છે. હાલમાં કંપની પૂર્વ તથા પશ્ચિમ આફ્રિકા, મધ્ય અને ઉત્તર અમેરિકા તેમજ દક્ષિણ-પૂર્વ 60 કરતા વધારે દેશોમાં નિકાસ કરે છે. તાજેરતમાં કેનેડિયન માર્કેટ્સમાં પ્રવેશ તથા TGA – ઓસ્ટ્રેલિયા અને EU GMP દ્વારા મંજૂરી સાથે કંપની આગળ ગ્લોબલ એક્સપાન્શન માટે તૈયાર છે.