AHMEDABAD, 13 NOVEMBER: 2014માં સ્થપાયેલી SWIGGY લિમિટેડ સરળ પ્લેટફોર્મ પ્રદાન કરે છે કે જે તેઓ ખોરાક (ફૂડ ડિલિવરી), કરિયાણા અને ઘરગથ્થુ સામાન (ઇન્સ્ટામાર્ટ) માટે શોધવા, પસંદ કરવા, ઓર્ડર કરવા અને ચૂકવણી કરવા માટે એક એપ્લિકેશન દ્વારા ઍક્સેસ કરી શકે છે. SWIGGY તા. 6 નવેમ્બરના રોજ શેરદીઠ રૂ.1ની મૂળકિંમત અને રૂ. 371-390ની પ્રાઇસબેન્ડ ધરાવતાં રૂ. 11,327.43 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી છે.  આ ઇશ્યૂ રૂ. 4,499.00 કરોડના 11.54 કરોડ શેરના તાજા ઇશ્યૂ અને રૂ. 6,828.43 કરોડના કુલ 17.51 ​​કરોડ શેરના વેચાણની ઓફરનું સંયોજન છે. ગ્રે માર્કેટમાં સુસ્ત સોદા અને પ્રિમિયમ વત્તા માર્કેટની કરેક્શન મોડ કન્ડિશન તેમજ તાજેતરમાં જ હ્યુન્ડાઇના નેગેટિવ લિસ્ટિંગની અસર પડવાની દહેશત નિષ્ણાતો અને બજાર પંડિતો દહેશત વ્યક્ત કરે છે.

Symbol: SWIGGY
Series:Equity “B Group”
BSE Code:544285
ISIN:INE00H001014
Face Value:Rs 1/-
Issued Price: Rs 390/-

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)