70 ટકા સિમાન્ત ખેડૂતો પાસે બેન્ક ખાતું જ નથીઃ સ્થિર ગ્રામીણ આર્થિક વૃદ્ધિ હોવા છતાં, ગ્રામીણ સમુદાયો નાણાકીય સર્વિસીસ મેળવવામાં નોંધપાત્ર અવરોધોનો સામનો કરે છે. લગભગ 70 ટકા સીમાંત ખેડૂતો પાસે બેંક ખાતું નથી અને 87 ટકા પાસે ધિરાણનો અભાવ છે. મહિલાઓને અપ્રમાણસર અસર થાય છે, માત્ર 14 ટકાને જ ધિરાણ મળે છે.

મુંબઈ, 25 નવેમ્બર: નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની L&T ફાઈનાન્સે ભારતમાં ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખાસ કરીને મહિલા ઋણધારકો માટેના ધિરાણને સમર્થન આપવા માટે  125 મિલિયન યુએસડીના ભંડોળ માટે ADB સાથે ફાઇનાન્સિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભંડોળમાં ADB તરફથી 125 મિલિયન યુએસડી સુધીની લોન અને અન્ય ડેવલપમેન્ટ પાર્ટનર્સ પાસેથી વધારાના 125 મિલિયન યુએસડીના સહ-ધિરાણને સિન્ડિકેટ કરવાના કરારનો સમાવેશ થાય છે. ઓછામાં ઓછી 40 ટકા રકમ મહિલા ધિરાણદાર માટે ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની રકમ ખેડૂતો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઈ) તેમજ નવા ટુ-વ્હીલર્સ વાહનો ખરીદવા માટેની લોનને ટેકો આપશે.

L&T ફાઈનાન્સના ગ્રુપ ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર સચિન જોશીએ  જણાવ્યું હતું કે અમારી કંપની માટે, આ લાંબા ગાળાની લોન અમારા ભંડોળના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાની અમારી સળંગ વ્યૂહરચનાનો એક ભાગ છે. L&T ફાઈનાન્સમાં, અમે જે સમુદાયોમાં સેવા આપીએ છીએ તેના પર નાણાકીય સમાવેશકતાની ઊંડી અસરને અમે ઓળખીએ છીએ. અને, ભારતમાં સર્વિસીસ નહીં ધરાવતા અને નાણાકીય રીતે પાછળ રહેલા રાજ્યોમાં અમારી ધિરાણની પ્રવૃત્તિઓ દ્વારા, અમે વ્યક્તિઓને ખાસ કરીને મહિલાઓને, ખેડૂતો અને એમએસએમઈને સશક્ત બનાવવા માટે પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીએ છીએ, આમ આર્થિક સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપીએ છીએ.

માઇક્રોલોન્સ, ફાર્મ ઇક્વિપમેન્ટ લોન, ટુ-વ્હીલર લોન અને એમએસએમઈ લોનને મધ્યમ ગાળામાં અપેક્ષિત મજબૂત વૃદ્ધિની સંભાવના ધરાવતા સેગમેન્ટ તરીકે ઓળખવામાં આવી છે. ભારતના પછાત રાજ્યોના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ધિરાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને, આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક રીતે ભારતના ગ્રામીણ વિકાસ મંત્રાલયના લક્ષ્યો સાથે જોડાયેલો છે.

દેશની 65 ટકા વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે

ADBના પ્રાઇવેટ સેક્ટર ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર જનરલ સુઝૈન ગેબોરીએ જણાવ્યું હતું કે, “ગ્રામીણ ભારતમાં દેશની 65 ટકા વસ્તી કૃષિ સાથે સંકળાયેલી છે જે રાષ્ટ્રીય આવકમાં લગભગ અરધો-અરધ યોગદાન આપે છે. L&T ફાઈનાન્સ સાથેની આ ભાગીદારી, જે સ્તરે ધિરાણ આપવાની ક્ષમતા ધરાવે છે, તે ADBને મહિલા ઋણધારકો સુધી પહોંચવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિગત આજીવિકા અને નાના વ્યવસાયોને ટેકો આપવા સક્ષમ બનાવે છે.”

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)