મુંબઈ, 2 સપ્ટેમ્બરઃ સ્વદેશી ધોરણે સેમીકંડક્ટર ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં એલએન્ડટી સેમીકંડક્ટર ટેક્નોલોજીસે (LTSCT) સિક્યોર ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ (આઈસી) અને સિસ્ટમ-ઓન-ચિપ્સ (એસઓસી)ના રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સને સંયુક્તપણે વિકસાવવા માટે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર (આઈઆઈટી ગાંધીનગર) સાથે ભાગીદારી કરી છે. આ સહયોગનું મુખ્ય કેન્દ્ર ઇપાસપોર્ટ, ઇડ્રાઇવિંગ લાઇસન્સ, ઇઆધાર, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અને નાવિક આધારિત નેવિગેશન આઈસી જેવા ભારતના મહત્વના ટેક્નોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સિક્યોર આઈસી અને એસઓસીને સંયુક્તપણે વિકસાવવા માટેનું છે.

આ ઉપરાંત એલટીએસસીટી અને આઈઆઈટી ગાંધીનગર પોસ્ટ-ક્વોન્ટમ એન્ક્રીપ્શન અલ્ગોરિધમ્સ (ક્યુઈએ) પહેલ વિકસાવવા માટે સહયોગ કરશે.

આ ભાગીદારી સેમીકંડક્ટર ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ભારતના વર્કફોર્સને પ્રોત્સાહન આપવા માટે જરૂરી ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ પર પણ ધ્યાન આપશે. કર્રિક્યુલમ ડેવલપમેન્ટ, ટ્રેઇન-ધ-ટ્રેનર પ્રોગ્રામ્સ, હેન્ડ્સ-ઓન વર્કશોપ્સ અને સર્ટિફિકેશન કોર્સીસ જેવી પહેલ દ્વારા તે આગામી પેઢીના ભારતીય ટેક નિષ્ણાંતોને સશક્ત કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)