મુંબઈ, 1 મેઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે XUV 3XO લોન્ચ કરી છે. જેની કિંમત રૂ. 7.49 લાખથી શરૂ થાય છે. કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં નવા બેન્ચમાર્ક્સ સેટ કરતા XUV 3XO અનોખી ડિઝાઇન, પ્રિમિયમ ઇન્ટિરિયર્સ, કમ્ફર્ટેબલ રાઇડ, આધુનિક ટેક્નોલોજી, દિલધડક પર્ફોર્મન્સ અને અદ્વિતીય સુરક્ષા પૂરી પાડે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રેસિડેન્ટ-ઓટોમોટિવ ડિવિઝનના વિજય  નાકરાએ જણાવ્યું હતું કે રૂ. 7.49 લાખની આકર્ષક કિંમતથી શરૂ થતી XUV 3XOના લોન્ચ સાથે મહિન્દ્રા એસયુવી કેવી હોવી જોઈએ તેની પુનઃવ્યાખ્યા કરે છે.

XUV 3XO નું બુકિંગ 15 મે,2024થી મહિન્દ્રા ડીલરશીપ પર અને ઓનલાઈન બંને એકસાથે ખુલશે. XUV 3XOની ડિલિવરી 26 મે,2024થી શરૂ થશે,જેથી ગ્રાહકો શક્ય તેટલી વહેલી તકે તેમની નવી મહિન્દ્રા એસયુવીનો આનંદ લઈ શકે.

દરેક એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે ઉપલબ્ધ છે અને પેટ્રોલ એન્જિન માટે 6-સ્પીડ AISIN ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ડીઝલ વેરિઅન્ટ્સ માટે 6-સ્પીડ ઓટોશિફ્ટ+નો વધારાનો વિકલ્પ છે.

વેરિઅન્ટ-મુજબની કિંમતો (એક્સ-શોરૂમ)

 Fuel TypeDIESELGASOLINE
Engine1.5 L Turbo
Diesel with CRDe
1.2 L TCMPFi
engine
1.2 L mStallion
– TGDi engine
TransmissionMTMTATMTAT
MX1 7.49 L   
MX2 9.99 L    
MX2 Pro 10.39 L 8.99 L 9.99 L  
MX3 10.89 L* 9.49 L**   
MX3 Pro 11.39 L 9.99 L**   
AX5 12.09 L* 10.69 L**   
AX5 L   11.99 L 13.49 L
AX7 13.69 L*   12.49 L*** 
AX7 L 14.99 L   13.99 L 15.49 L
* Variant also available in Diesel AutoSHIFT+ at an additional cost of  ₹ 0.80 L, ** Variant also available in TCMPFi AT at an additional cost of 1.50 L, ***Variant also available in TGDi AT at an additional cost of 1.50 L

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)