મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને રૂ. 4.12 કરોડની ટેક્સ પેનલ્ટી થઈ, શેર ટોચેથી તૂટ્યો
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટુ-વ્હિલર બિઝનેસને ડેપ્યુટી કમિશનર, સ્ટેટ ટેક્સ, ઓડિટ વિંગ, ઇન્દોર-01, મધ્ય પ્રદેશની ઓફિસ તરફથી રૂ. 4,11,50,120ની પેનલ્ટી ફટકારી છે. મહિન્દ્રા ટુ વ્હીલર્સ લિમિટેડ (MTWL)નો વ્યવસાય, જે MTWLમાંથી અલગ થઈ ગયો હતો અને તેને કંપની સાથે મર્જ કરવામાં આવ્યો હતો.
શુક્રવારે જણાવ્યું હતું કે તેના ટુ-વ્હીલર બિઝનેસના સંબંધમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ અને એજ્યુકેશન સેસ ક્રેડિટ બેલેન્સને GST પહેલાના શાસનથી GST શાસન સુધી લઈ જવા પર રૂ. 4.12 કરોડની પેનલ્ટી લાદવામાં આવી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર આજે સવારે 1758ની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ ઘટી 1735ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
એક નિયમનકારી ફાઇલિંગમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, આ પેનલ્ટી લાદવા પાછળનું કારણ MTWL દ્વારા “ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો દાવો કરવામાં આવેલ ઇન્વોઇસના આધારે વિક્રેતાઓ દ્વારા GST રિટર્નમાં જાણ કરવામાં આવી નથી અને જે ઓટો પોપ્યુલેટેડ GSTR-2Aમાં દર્શાવાયો નથી. તદુપરાંત શિક્ષણ સેસ ક્રેડિટ બેલેન્સને પ્રી-જીએસટી રિજીમથી જીએસટી રીજીમમાં કેરી ફોરવર્ડ કરવાની મંજૂરી નથી.”
તેના વેલ્યૂએશન આધારે, M&Mએ જણાવ્યું હતું કે “એક અપીલ દાખલ કરવામાં આવશે અને કંપની અપીલ સ્તરે સાનુકૂળ પરિણામની આશા રાખે છે અને આ આદેશથી કંપની પર કોઈ નાણાકીય અસર થવાની અપેક્ષા નથી”.
તેને મદદનીશ કમિશનર, વિભાગ-IV, CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, અમદાવાદ દક્ષિણની ઓફિસ તરફથી MTWLના ટુ-વ્હીલર બિઝનેસના સંબંધમાં રૂ. 56,04,246ની રકમની પેનલ્ટી ફટકારતો આદેશ મળ્યો છે.