માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વની છઠ્ઠુ જ્વેલરી રિટેલર બન્યું
ટેક્સાસ: માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ (Malabar Gold and Diamonds) વિશ્વની છઠ્ઠી ટોચની જ્વેલરી રિટેલર બની છે. હાલમાં જ ટેક્સાસના ડલાસ ખાતે 300મો શોરૂમ લોન્ચ કર્યો છે. અમેરિકામાં કંપનીનો આ ત્રીજો શોરૂમ છે, જે પ્રેસ્ટન રોડ ઉપર આવેલો છે. 10 દેશોમાં 300 શોરૂમનું મજબૂત રિટેઇલ નેટવર્ક ધરાવે છે. માલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહેમદે આ લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, ડલાસમાં નવા શોરૂમ સાથે અમે 300 શોરૂમનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. અમે 30 વર્ષ પહેલાં કેરળમાં કોઝિકોડમાં નાના શોરૂમ સાથે અમારી સફર શરૂ કરી હતી અને અમે 10 દેશોમાં 300 શોરૂમ સાથે મજબૂત રિટેલ ઉપસ્થિતિ સ્થાપિત કરી છે. અમે વિશ્વભરમાં અમારા રિટેલ વિસ્તરણને સપોર્ટ કરવા અમારી મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓને પણ મજબૂત કરીશું. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ યુકે, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, ઇજીપ્ત, કેનેડા, તુર્કી અને દક્ષિણ આફ્રિકામાં પણ સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ વિસ્તરણથી રિટેઇલ, મેન્યુફેક્ચરિંગ, ટેક્નિકલ અને મેનેજમેન્ટ ક્ષેત્રે અંદાજે 6,000 રોજગારની તકો સર્જાશે. ઓમની ચેનલ પહેલને વેગ આપવા માટે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ માઇક્રોસોફ્ટ, આઇબીએમ, એક્સેન્ચર, ઇએન્ડવાય, ડેલોઇટ જેવાં પ્રમુખ ટેક્નોલોજી પાર્ટનર્સની સેવાઓ મેળવે છે. માલાબાર ગ્રૂપની સ્થાપના વર્ષ 1993માં થઇ હતી અને તે માલાબાર ગ્રૂપની ફ્લેગશીપ કંપની છે. તે 4.1 અબજ ડોલરના વાર્ષિક ટર્નઓવર સાથે વૈવિધ્યસભર ભારતીય બિઝનેસ સમૂહ છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ હાલમાં વિશ્વભરમાં 6ઠ્ઠા ક્રમની સૌથી મોટી જ્વેલરી રિટેલર છે અને તે 10 દેશોમાં 300 આઉટલેટ્સનું મજબૂત રિટેઇલ નેટવર્ક ધરાવે છે. આ ઉપરાંત તે વિવિધ ઓફિસ, ડિઝાઇન સેન્ટર્સ, વેરહાઉસ યુનિટ્સ અને ફેક્ટરી પણ ધરાવે છે, જે ભારત, મધ્ય-પૂર્વ અને યુએસમાં ફેલાયેલી છે. ગ્રૂપના 4,000થી વધુ હીતધારકો છે તથા 26 દેશોમાં 16,500થી વધુ પ્રોફેશનલ્સ છે.