મનબા ફાઇનાન્સે પિયાજિયો વેહિકલ્સ સાથે MOU કર્યા
અમદાવાદ, 20 નવેમ્બર: નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની મનબા ફાઇનાન્સ લિમિટેડે પિયાજિયો વેહિકલ્સ પ્રા.લિ.(PVPL) સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ સહયોગનો હેતુ ગ્રાહકોને નાની રકમનના ડાઉન પેમેન્ટ વિકલ્પો, સ્પર્ધાત્મક વ્યાજ દરો અને ચાર વર્ષ સુધીની લોનની મુદત દર્શાવતા અનુરૂપ ધિરાણ ઉકેલો પ્રદાન કરવાનો છે.
આ સમજૂતી કરાર પિયાજિયો વેહિકલ્સ પ્રા.લિ.ના CMD ડિએગો ગ્રાફી અને મનબા ફાઇનાન્સ લિમિટેડના CBO અને ડાયરેક્ટર મોનિલ શાહ વચ્ચે થયા હતા. મનબા ફાઇનાન્સનાસેલ્સ અને રિટેલ ફાઇનાન્સના EVP અમિત સાગર અને પિયાજિયો વ્હીકલ પ્રાઇવેટ લિમિટેડના રિટેલ ફાઇનાન્સ હેડ નિલેશ આર્યની હાજરીમાં આ MOU સધાયા હતા.
ઑક્ટોબરમાં ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર (3W)નું વેચાણ 65,700 યુનિટની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું છે, જે ઉત્સવની માંગ અને ટકાઉ ગતિશીલતા વિકલ્પોના વધતા સ્વીકારને કારણે ટોચ પર છે ત્યારે આ સહયોગ સાધવામાં આવ્યો. ઇલેક્ટ્રિક 3W એ કેલેન્ડર વર્ષ 2023ના કુલ 583,597 યુનિટને વટાવવા માત્ર 16,856 યુનિટ દૂર છે.
ઇન્ટર્નલ કમ્બશન એન્જિન (ICE) અને ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) બંને પ્રકારોને આવરી લેતા, આ ભાગીદારી 3W સેગમેન્ટમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરતી વખતે ભારતના EV સંક્રમણને સમર્થન આપે છે. મહિલા ઉદ્યોગસાહસિકો માટે વિશેષ ધિરાણની વિચારણાઓ પણ ઉપલબ્ધ છે, જેનાથ। સમાવેશકતા વધુ વધારાશે.
આ પ્રસંગે કંપનીના સીબીઓ અને ડાયરેક્ટર મોનિલ શાહે જણાવ્યું હતું કે, આ ભાગીદારી 3-વ્હીલર સેગમેન્ટમાં અમારા પદચિહ્નને મજબૂત બનાવે છે. સાથે અમને અમારા ગ્રાહકોને સરળ ડિજિટલ લેન્ડિંગ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં સક્ષમ બનાવે છે.