મંગલમ એલોય્સનો રૂ. 54.91 કરોડનો SME IPO 21 સપ્ટેમ્બરે ખૂલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 80
IPO ખૂલશે | 21 સપ્ટેમ્બરે |
IPO બંધ થશે | 25 સપ્ટેમ્બરે |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ.80 |
લોટ | 1600 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 6,864,000 શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | ₹54.91 કરોડ |
લિસ્ટિંગ | NSE SME |
અમદાવાદ, 18 સપ્ટેમ્બર: ગુજરાત સ્થિત ઇન્ટિગ્રેટેડ સ્ટેનલેસ સ્ટીલ અને સ્પેશિયલ સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની, મંગલમ એલોય્સ લિમિટેડ તેના એસએમઈ આઈપીઓમાંથી રૂ. 54.91 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે જે ગુરુવાર 21 સપ્ટેમ્બર, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે અને સોમવારે 25 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. કંપનીનો આરએન્ડડી સહિત વ્યવસાયના વિસ્તરણ માટે મૂડી ખર્ચ માટે રૂ. 5.3 કરોડ, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા રૂ. 27 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 12.3 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. એસએમઈ આઈપીઓ પછી કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે. રૂ. 10ની ફેસ વેલ્યુના 68,64,000 ઇક્વિટી શેર સુધીના એસએમઈ આઈપીઓમાં 61.26 લાખ સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 80 પ્રતિ શેરના ભાવે 7.37 લાખ ઇક્વિટી શેરના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. (ઇક્વિટી શેર દીઠ રૂ. 70ના પ્રીમિયમ સહિત). કંપની ઇશ્યૂમાંથી રૂ. 54.91 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1600 શેર છે જેનુ મૂલ્ય અરજી દીઠ લઘુત્તમ અરજી રકમ રૂ. 1.28 લાખ જેટલું થાય છે. આઈપીઓના ભાગ રૂપે રિટેલ રોકાણકારોને ઓફર કરાયેલા શેર ઇશ્યૂના 50% પર રાખવામાં આવે છે.
કંપનીનો કામગીરી ઇતિહાસ
વર્ષ 1988માં સ્થાપિત મંગલમ એલોય્સ લિમિટેડ એ સ્ટેનલેસ સ્ટીલ અને સ્પેશિયલ સ્ટીલ ઉત્પાદકોમાંની એક છે. તે 30થી વધુ આંતરરાષ્ટ્રીય ગ્રેડમાં અને 3 એમએમથી 400 એમએમ સુધીની સાઈઝ રેન્જમાં સ્ટેઈનલેસ સ્ટીલ ઈન્ગોટ્સ, રાઉન્ડ બાર, આરસીએસ, બ્રાઈટ બાર, હેક્સાગોનલ, સ્ક્વેર, એન્ગલ, ફ્લેટ બાર, ફોર્જિંગ અને ફાસ્ટનર જેવા વિવિધ સેક્શન/પ્રોફાઈલનું ઉત્પાદન કરે છે. કંપની પાસે 40,000 ચોરસ મીટર જમીનને આવરી લેતું એક સંકલિત સ્ટેઈનલેસ સ્ટીલ ઉત્પાદન એકમ છે જે 25,000 ટીપીએ ફિનિશ્ડ ગુડ્સ ક્ષમતાની સ્થાપિત ક્ષમતા સાથે ઝીરો વેસ્ટ ફિલોસોફી સાથે કાર્યરત છે. કંપની પાસે ચાર ભારતીય પેટન્ટ અને બે આંતરરાષ્ટ્રીય પેટન્ટ છે. કંપનીએ ISO 9001:2015, 18001:2007, પ્રેશર ઇક્વિપમેન્ટ ડાયરેક્ટિવ (પીઈડી) પ્રમાણપત્ર પણ મેળવ્યું છે અને ડાયરેક્ટરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી), ભારત દ્વારા ટુ સ્ટાર એક્સપોર્ટ હાઉસ તરીકે પણ માન્યતા પ્રાપ્ત કરી છે.
લીડ મેનેજર્સઃ એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.