અમદાવાદ, 24 સપ્ટેમ્બર: મૈરિંગો CIMS હોસ્પિટલ દ્વારા નવા સ્પોર્ટ્સ ઈન્જરી ક્લિનિકના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે, જે એથ્લેટ્સ અને સક્રિય વ્યક્તિઓ માટે વ્યાપક સંભાળ પ્રદાન કરવા માટે છે. આ ક્લિનિક રમત-ગમતને લગતી ઇજાઓના નિવારણ, નિદાન અને સારવાર માટે છે. આ ટીમમાં, કન્સલ્ટન્ટ આર્થ્રોસ્કોપિક, સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ, ડૉ. પ્રથમેશ જૈન, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક, આર્થ્રોસ્કોપી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. સમીપ સેઠ, અને ઓર્થોપેડિક ટ્રોમા, ફુટ એન્ડ એન્કલ સર્જન, ડૉ પાર્થ પારેખ, સામેલ છે.

ભારતમાં ટોચની 10 સૌથી સામાન્ય રમતની ઇજાઓમાં પીઠના નીચેના ભાગમાં દુખાવો, ખભામાં અડચણ, દોડવીરના ઘૂંટણમાં ઇજા, પગની ઘૂંટીમાં મચકોડ, જંઘામૂળમાં ખેંચાણ થવું, ટેનિસ એલ્બો, હેમસ્ટ્રિંગ સ્ટ્રેન, સ્ટ્રેસ ફ્રેક્ચર સામાન્ય છે તેવું કન્સલ્ટન્ટ આર્થ્રોસ્કોપિક, સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉ. પ્રથમેશ જૈન, કહે છે કે, “અમે સ્પોર્ટ્સ ઈન્જરી ક્લિનિક શરૂ કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ, જેનો હેતુ એથ્લેટ્સને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને પ્રદર્શન કરવામાં તમામ સ્તરે મદદ કરવા માટે તેમના વિશ્વસનીય ભાગીદાર બનવાનો છે. અમારી મલ્ટિડિસિપ્લિનરી ટીમ ઉચ્ચ-ગુણવત્તાની સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે જે દરેક દર્દીની અનન્ય જરૂરિયાતો મુજબ સારવાર આપે છે તેવું કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક, આર્થ્રોસ્કોપી અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડૉ. સમીપ શેઠ, જણાવે છે. ઓર્થોપેડિક ટ્રોમા, ફુટ એન્ડ એન્કલ સર્જન, ડૉ. પાર્થ પારેખ, કહે છે કે, પગ અને પગની ઘૂંટીને લગતી રમતગમતની ઇજાઓ એ વર્તમાન એથ્લેટિક સ્પર્ધાના યુગમાં એક મોટી ચિંતાનો વિષય છે. મૈરિંગો CIMS હોસ્પિટલના પ્રાદેશિક નિયામક, ગૌરવ રેખી, કહે છે કે 15 વર્ષથી વધુ સમયથી, મૈરિંગો CIMS હોસ્પિટલ મલ્ટિસ્પેશિયાલિટી હેલ્થકેરમાં આગળ વધી રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)