MARKET BOUNCES BACK, NIFTY ABOVE 18000, SENSEX GAINS 721 POINTS
સ્મોલકેપ ઇન્ડેક્સ 3.13 ટકા, મિડકેપ 2.31 ટકા અને પાવર ઇન્ડેક્સમાં 3.18 ટકાનો બાઉન્સબેક
અમદાવાદઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નો રિપોર્ટ આવ્યો કે, કોવિડ ક્રાઇસિસ હળવી થઇ ગઇ છે. હાલની સ્થિતિ સામાન્ય અને અન્ડર કન્ટ્રોલ છે. તેના કારણે બજારોને દોડવું હતું ને ઢાળ મળ્યો. ઓવરસોલ્ડ માર્કેટમાં ફાર્મા શેર્સને બાદ કરતાં મોટાભાગના સેક્ટર્સમાં રાહત રેલી જોવા મળી હતી. ખાસ કરીને પાવર, બેન્કિંગ- ફાઇનાન્સ, સ્મોલકેપ- મિડકેપ્સ, રિયાલ્ટી અને મેટલ્સમાં મજબૂત સુધારો જોવા મળ્યો હતો. જેના કારણે બીએસઇ સેન્સેક્સ 721.13 પોઇન્ટના સુધારા સાથે 60566.42 પોઇન્ટ બંઘ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 18000 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ અતિ મહત્વની સપોર્ટ લેવલને ક્રોસ કરવા સાથે 207.80 પોઇન્ટના સંગીન સુધારા સાથે 18014.60 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. બીએસઇના ડેટા અનુસાર વિદેશી સંસ્થાઓની રૂ. 497.65 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 1285.74 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો.
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ- સેન્ટિમેન્ટ સાવચેતીનું
બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3768 પૈકી 2876 (76.83 ટકા) સ્ક્રીપ્સમાં સુધારા સામે 759 (20.14 ટકા) સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા છતાં સેન્ટિમેન્ટ સાવચેતીનું રહ્યું છે. સેન્સેક્સ પેકની 30 પૈકી 25 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો.
વિગત | કુલ | સુધર્યા | ઘટ્યા |
સેન્સેક્સ | 30 | 25 | 5 |
બીએસઇ | 3768 | 2876 | 759 |
નિફ્ટીમાં 17950-17800નું સપોર્ટ લેવલ
માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે નિફ્ટી 18,070ના નિર્ણાયક રેઝિસ્ટન્સ લેવલથી નીચે બંધ રહ્યો હતો. આ ઉપરાંત, દૈનિક સમયમર્યાદા પર 50 EMA પર પરત ફરવામાં ઇન્ડેક્સ નિષ્ફળ રહ્યો હતો. મોમેન્ટમ બેરિશ ક્રોસઓવર સાથે ટૂંકાગાળા માટે નબળાઈનો સંકેત આપે છે. નિફ્ટી સપોર્ટ લેવલ 17,950/17,800 છે, જ્યારે ઉંચા બંધ સાથે 18100નુ રેઝિસ્ટન્સ લેવલ આપવામાં આવ્યું છે.- રૂપક દે, વરિષ્ઠ ટેકનિકલ એનાલિસ્ટ, LKP સિક્યોરિટીઝ
માર્કેટમાં વોલેટિલિટી જળવાઈ રહેશે
ચાર દિવસની વેચવાલી પછી, સ્થાનિક બજાર તળિયેથી ફરી રિકવર થયા છે. વૈશ્વિક બજારોના આશાવાદી વલણની અસર ભારતીય બજારો પર જોવા મળી છે. સરકારી બેન્કોમાં તેજીનો માહોલ નોંધાયો છે. તેનાથી વિપરિત વૈશ્વિક મંદી, કોવિડના કેસોનો ભય માર્કેટમાં અસ્થિરતા જાળવી રાખશે. – વિનોદ નાયર, રિસર્ચ હેડ, જિયોજિત ફાઇનાન્શિયલ
વિવિધ સેક્ટોરલ્સમાં જોવા મળેલો સુધારો એક નજરે
INDEX | CLOSE | +% |
POWER | 4271.32 | 3.18 |
FINANCE | 8868.07 | 2.18 |
TELECOM | 1706.23 | 2.08 |
BANKEX | 48501.87 | 2.04 |
METAL | 19734.19 | 2.25 |
REALTY | 3347.48 | 2.41 |
SMALLCAP | 28,106.75 | 3.13 |
MIDCAP | 24990.42 | 2.31 |