MARKET LENS: નિફ્ટી માટે 21600 રોક બોટમ, 22276 સુધી સુધારી શકે, પ્રોફીટ બુકિંગની શક્યતા
અમદાવાદ, 20 ફેબ્રુઆરીઃ સોમવારે નવા સપ્તાહની શરૂઆત સેન્સેક્સ નિફ્ટીએ નવી ઊંચાઇઓ સાથે કરી છે. 22400 પોઇન્ટની નજીક ટેકનિકલ રેઝિસ્ટન્સ દેખાય છે. અવરલી સપોર્ટ રેન્જ સુધરીને 22000 પોઇન્ટની જણાય છે. જ્યારે ડાઉનસાઇડ ટ્રેન્ડ રિવર્સલ લેવલ સુધરીને 21600 પોઇન્ટ આસપાસ જણાય છે. તે જોતાં મોટાભાગના ટેકનિકલ એનાલિસ્ટ્સ પ્રોફીટ બુકિંગની સલાહ આપી રહ્યા છે. વૈશ્વિક શેરબજારોમાં ટ્રેન્ડ ફ્લેટ રહ્યો છે. ગીફ્ટ નિફ્ટી પણ નેગેટિવ સંકેત સાથે રહ્યો છે. તે જોતાં મંગળવારની શરૂઆત ફ્લેટ રહી શકે છે. નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 22033- 21944 તેમજ રેઝિસ્ટન્સ 22199- 22276 પોઇન્ટની સપાટીને ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ તેમજ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે ટ્રેડ કરવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે.
સ્ટોક્સ ટૂ વોચઃ અશોક લેલેન્ડ, હવેલ્સ, રામકો સિમેન્ટ, ઇરેડા, રિલાયન્સ, સીરકા પેઇન્ટ, લૌરસ લેબ્સ, કોટક બહેન્ક, આઇઆરએફસી, આરવીએનએલ, એસજેવીએન
સેકટર્સ ટૂ વોચઃ સિલેક્ટીવ ટેકિનોલોજી, મેટલ્સ, એનર્જી, ઓઇલ, સિલેક્ટીવ ફાઇનાન્સ
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 46330- 46124, રેઝિસ્ટન્સ 46729- 46923
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)