માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 22025 રેઝિસ્ટન્સ અને 21958 સપોર્ટ લેવલ્સ, ઇન્ટ્રા-ડે વોચઃ zomato, jiofinance, paytm
અમદાવાદ, 22 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ-ટુ-નેગેટિવ નોંધ પર ખુલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટી 23 પોઇન્ટના નુકસાન સાથે સુસ્ત ટોનથી શરૂઆત સૂચવે છે. યુએસ ફેડરલ રિઝર્વે આ વર્ષે ત્રણ રેટ કટના તેના અંદાજને જાળવી રાખ્યા બાદ, રોકાણકારોના સેન્ટિમેન્ટને વેગ આપતા વૈશ્વિક બજારોમાં તેજીને ટ્રેક કરતાં સેન્સેક્સ અને નિફ્ટી 50 માર્ચ 21ના રોજ સુધરીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 590.60 પોઈન્ટ અથવા 0.82 ટકા વધીને 72,692.29 પર અને નિફ્ટી 50 175.70 પોઈન્ટ અથવા 0.80 ટકા વધીને 22,014.80 પર હતો.
સ્ટોક્સ ટૂ વોચઃ RIL, jiofinance, triveniturbine, tatasteel, sail, adanigreen, andrewyule, gabriel, itc, rvnl, yesbank, paytm, zomato
સેક્ટર્સ ટૂ વોચઃ આઇટી- ટેકનોલોજી, એનર્જી, સિલેક્ટિવ ફાઇનાન્સિયલ્સ, કન્સ્ટ્રક્શન મેટલ્સ
ટેકનિકલી નિફ્ટી માટે 22,025 અને 22,098 અને 22,151 પોઇન્ટની સપાટી રેઝિસ્ટન્સ લેવલ્સ તરીકે વર્તી શકે છે. નીચામાં નિફ્ટી માટે 21,958 અને ત્યારબાદ 21,925 અને 21,872 પોઇન્ટના લેવલ્સ આસપાસ સપોર્ટ લઈ શકે છે. નિફ્ટી ફ્યુચર્સ 22,090.50ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
બેંક નિફ્ટી નવ સત્રની નબળાઇ પછી સુધારાની શરૂઆત, 47000- 47200 સુધી સુધારાની શક્યતા
21 માર્ચે બેન્ક નિફ્ટી પાછલા સળંગ નવ સત્રોમાં નબળાઈ પછી 374 પોઈન્ટ વધીને 46,685 પર હતો. ઇન્ડેક્સમાં સકારાત્મક શરૂઆત જોવા મળી છે અને ડેઇલી ચાર્ટ પર ડોજી કેન્ડલસ્ટિક પેટર્નની રચના છે. આગામી કેટલાક ટ્રેડિંગ સત્રોમાં બેન્ક નિફ્ટી 47,000-47,270 સુધી સુધરવાની સંભાવના છે. નિર્ણાયક સપોર્ટ ઝોન 46,500-46,400 પોઇન્ટની સપાટી આસપાસ હોવાનું જણાય છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 46,723 અને 47,008 અને 47,169 પર રેઝિસ્ટન્સ અનુભવી શકે છે. નીચામાં 46,588 અને ત્યારબાદ 46,489 અને 46,328 પર સપોર્ટ લેવાની ધારણા રાખી શકાય.
યુએસ બજારોમાં સુધારાની ચાલ એશિયાઇ શેરબજારોમાં નિક્કેઇ મજબૂત
ફેડરલ રિઝર્વે 2024 રેટ કટ માટે તેનો અંદાજ જાળવી રાખ્યો તેના એક દિવસ પછી, વૈશ્વિક શેર બેન્ચમાર્ક ગુરુવારે સુધર્યા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 269.24 પોઈન્ટ અથવા 0.68 ટકા, S&P 500 16.9 પોઈન્ટ અથવા 0.32 ટકા અને નાસ્ડેક કમ્પોઝીટ 32.43 પોઈન્ટ અથવા 0.2 ટકા વધ્યા હતા. એશિયન બજારોમાં જાપાનનો Nikkei 225 એ શુક્રવારે 41,000 ને વટાવીને તાજી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગચો છે. જાપાનનો ફુગાવો ફેબ્રુઆરીમાં ઝડપી બન્યો હતો, જ્યારે અન્ય એશિયા-પેસિફિક બજારો મિશ્ર ખુલ્યા હતા. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ગુરુવારે તેના મુખ્ય વ્યાજ દરને 5.25 ટકાના 16 વર્ષના ઉચ્ચ સ્તરે યથાવત રાખ્યો હતો.
FIIની રૂ. 1827 કરોડની ખરીદી સામે DIIની રૂ. 3209 કરોડની નેટ ખરીદી
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ રૂ. 1,826.97 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 21 માર્ચે રૂ. 3,208.87 કરોડના શેરની ખરીદી કરી હતી, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે.
NSE પર F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક
NSE એ 22 માર્ચ માટે SAIL ને F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે, જ્યારે બલરામપુર ચીની મિલ્સ, બાયોકોન, ઇન્ડસ ટાવર્સ, પિરામલ એન્ટરપ્રાઇઝિસ, ટાટા કેમિકલ્સ અને ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસને ઉપરોક્ત સૂચિમાં જાળવી રાખ્યા છે. હિન્દુસ્તાન કોપર અને આરબીએલ બેંકને યાદીમાંથી દૂર કરવામાં આવી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)