IPO ખૂલશે26 મે
IPO બંધ થશે28 મે
ફેસ વેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ.223-235
એન્કર ઇન્વેસ્ટર બિડ23 મે
લોટસાઇઝ63 ઇક્વિટી શેર્સ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
IPO સાઇઝ₹2,800.00 crores
IPO સાઇઝ11.91 કરોડ શેર્સ

અમદાવાદ, 23 મે: એજીસ વોપક ટર્મિનલ્સ ((AEGIS VOPAK TERMINALS) AVTL) સોમવાર, 26 મે, 2025ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર ખોલવા જઈ રહી છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ શુક્રવાર, 23 મે, 2025ના રોજ રહેશે.

બિડ/ઓફર સબ્સ્ક્રીપ્શન માટે સોમવાર, 26 મે, 2025ના રોજ ખૂલશે અને  બુધવાર, 28 મે, 2025ના રોજ બંધ થશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 223થી રૂ. 235 પર ફિક્સ કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 63 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 63 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ રૂ. 28,000 મિલિયન (રૂ. 2,800 કરોડ) છે જેમાં ઇશ્યૂ શેર્સની ઇક્વિટીના માત્ર ફ્રેશ ઇશ્યૂનો જ સમાવેશ થાય છે.

ઇશ્યૂ યોજવાના મુખ્ય હેતુઓ એક નજરે

(1) કંપની દ્વારા મેળવવામાં આવેલા કેટલાક બાકી ઋણના હિસ્સા કે સંપૂર્ણ રકમની ચૂકવણી કે પૂર્વચૂકવણી જેનું મૂલ્ય રૂ. 20,159.5 મિલિયન (રૂ. 2,015.95 કરોડ) છે

(2) મેંગ્લોર ખાતે ક્રાયોજેનિક એલપીજી ટર્મિનલના કોન્ટ્રાક્ટેડ હસ્તાંતરણ માટે મૂડી ખર્ચના ભંડોળ માટે જેનું મૂલ્ય રૂ. 6,173 મિલિયન (રૂ. 671.30 કરોડ) છે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચવામાં આવશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

2013માં સ્થપાયેલી એજિસ વોપાક ટર્મિનલ્સ લિમિટેડ (AVTL) લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) અને વિવિધ પ્રવાહી ઉત્પાદનો માટે સ્ટોરેજ ટર્મિનલ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. કંપની પેટ્રોલિયમ, વનસ્પતિ તેલ, લુબ્રિકન્ટ્સ, રસાયણો અને પ્રોપેન અને બ્યુટેન જેવા વાયુઓ જેવા ઉત્પાદનો માટે સુરક્ષિત સંગ્રહ અને સંબંધિત માળખાગત સુવિધા પૂરી પાડે છે. 30 જૂન, 2024 સુધીમાં, AVTL પ્રવાહી ઉત્પાદનો માટે લગભગ 1.50 મિલિયન ક્યુબિક મીટર અને LPG માટે 70,800 મેટ્રિક ટન (MT) ની કુલ સંગ્રહ ક્ષમતાનું સંચાલન કરે છે.

AVTL બે મુખ્ય વિભાગો દ્વારા તેનો વ્યવસાય ચલાવે છે: ગેસ ટર્મિનલ ડિવિઝન – પ્રોપેન અને બ્યુટેન સહિત LPG સંગ્રહ અને હેન્ડલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

લિક્વિડ ટર્મિનલ ડિવિઝન – પેટ્રોલિયમ, રસાયણો અને વનસ્પતિ તેલ જેવા પ્રવાહી ઉત્પાદનો માટે સ્ટોરેજનું સંચાલન કરે છે. કંપની 30 થી વધુ પ્રકારના રસાયણો અને 10 થી વધુ પ્રકારના ખાદ્ય અને બિન-ખાદ્ય તેલનું સંચાલન કરે છે.

કંપની ભારતમાં પાંચ મુખ્ય બંદરો પર સ્થિત બે LPG સ્ટોરેજ ટર્મિનલ અને 16 લિક્વિડ સ્ટોરેજ ટર્મિનલનું સંચાલન કરે છે. આ ટર્મિનલ્સ દરિયાકાંઠાના શિપિંગ, આયાત અને નિકાસનું સંચાલન કરે છે. આ ટર્મિનલ્સ હલ્દિયા, પશ્ચિમ બંગાળ (હલ્દિયા ટર્મિનલ), કોચી, કેરળ (કોચી ટર્મિનલ), મેંગલોર, કર્ણાટક (મેંગલોર ટર્મિનલ), પીપાવાવ, ગુજરાત (પીપાવાવ ટર્મિનલ) અને કંડલા, ગુજરાત (કંડલા ટર્મિનલ) ના બંદરો પર સ્થિત છે, જેમાં પ્રવાહી ઉત્પાદનો માટે આશરે 1.50 મિલિયન ક્યુબિક મીટર અને LPG માટે 70,800 MT સ્થિર ક્ષમતા છે.

 લીડ મેનેજર્સઃ ICICI સિક્યોરિટીઝ, BNP પારિબા, IIFL કેપિટલ સર્વિસીઝ, જેફ્રીઝ ઈન્ડિયા અને HDFC બેંક આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)