માર્કેટ લેન્સઃ ફેડના વ્યાજનું ફેફરું મટી ગયું હવે તો બજાર ચાલશે કે નહિં… નિફ્ટી સપોર્ટ 18943- 18897, રેઝિસ્ટન્સ 19066- 19142, ઇન્ટ્રા-ડે પિક્સઃ LTTS, HDFC બેન્ક
અમદાવાદ, 2 નવેમ્બરઃ ફેડ રિઝર્વે વ્યાજના દરો યથાવત્ રાખવા સાથે માર્કેટમાંથી એક હાઉ હળવો થઇ ગયો છે કે, માર્કેટમાં મંદી આવશે. સેન્ટિમેન્ટ સૂલટાઇને સુધારા તરફી બનવું જોઇએ. વૈશ્વિક બજારોએ પણ આ વાત સ્વીકારી લીધી છે.
આપણાં શેરબજારોમાં ચૂંટણી પૂર્વેની પ્રોફીટ બુકિંગ પ્રોસેસ પૂરી થવા આવી છે. તે જોતાં માર્કેટ્સમાં દિવાળી દરમિયાન તેજીના એટમબોમ્બ્સ ફુટશે કે સુધારા- ઘટાડા અને સુસ્તીના સૂરસૂરીયા જારી રહેશે તે તો આવનારો સમય કહેશે.
પરંતુ હાલ પુરતું ટેકનિકલી એવું કહી શકાય કે, નિફ્ટી માટે સપોર્ટ 18943- 18897 અને રેઝિસ્ટન્સ 19066- 19142 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
બેન્ક નિફ્ટી માટે પણ સતત ઘટાડાની ચાલમાં 200 દિવસીય એવરેજ નીચે નેરો રેન્જમાં ઇન્ડેક્સ અથડાઇ રહ્યો છે. 42950ની અવરલી ક્રોસઓવર કન્ડિશન બ્રેકઆઉટ રેન્જ ગણાવા શકાય. નીચામાં 42500ની સપાટીને રોક બોટમ સમજીને સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો તરફથી મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)