માર્કેટ લેન્સઃ વૈશ્વિક શેરબજારોમાં કડાકાની સ્થિતિ, ક્રૂડ, સોનામાં ઉછાળો, ગીફ્ટ નિફ્ટીમાં 300+ પોઇન્ટનું ગાબડુઃ સાવધાન ઇન્વેસ્ટર્સ…!!
ગીફ્ટી નિફ્ટી -1.46% | જાપાન નિક્કેઇ -3.29% | નાસ્ડેક-0.52% |
ડાઉ જોન્સ -1.22% | હેંગસેંગ -1.06% | તાઇવાન -3.11% |
અમદાવાદ, 19 એપ્રિલઃ ઇઝરાયેલે ઇરાન ઉપર વળતો હુમલો કર્યાના સમાચારોના પગલે વૈશ્વિક શેરબજારોમાં એકથી 4 ટકા સુધીના કડાકાની સ્થિતિ જોવા મળી છે. જ્યારે ઘરઆંગણે ગીફ્ટ નિફ્ટી 300+ પોઇન્ટથી વધુનું ધોવાણ દર્શાવે છે. તેની સામે ક્રૂડ અને સોનાની કિંમતોમાં રાતોરાત 2 ટકા આસપાસ ઊછાળો નોંધાયો છે. તે જોતાં શુક્રવાર ભારતીય શેરબજારો માટે બ્લેક ફ્રાઇડેની સ્થિતિ સર્જે તેવી ભિતિ નિષ્ણાતો અને બજાર પંડિતો સેવી રહ્યા છે.
બીજી તરફ એવાં બ્રેકીંગ ન્યૂઝ પણ આવી રહ્યા છે કે, ઇરાને સ્પષ્ટતા કરી છે કે તેમની જમીન ઉપર કોઇ એક્પ્લોશન (ધડાકો) થયો નથી. માટે સામાન્ય રોકાણકારોએ લે-વેચમાં સાવધાની રાખીને હમણાં થોડો સમય થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી કારણકે માર્કેટ ક્યારે ટર્ન લઇ લે અને સુધારાની ચાલ પકડી લે તે પણ કહી શકાય નહિં.
ઘરઆંગણે નિફ્ટી માટે નજીકનો સપોર્ટ 21900 ટેકનિકલ દ્રષ્ટિએ જણાય છે. પરંતુ સાયકોલોજિકલ ટ્રેન્ડ જોતાં 99 ટકા ચાન્સિસ નિફ્ટી 21500-21750 વચ્ચે રમતો જોવા મળે તેવાં જણાય છે. સામે 1 ટકા ચાન્સ નિફ્ટી સુધરે તો 22200- 22300ના રેઝિસ્ટન્સ સુધી સુધરે તો નવાઇ નહિં.
18 એપ્રિલના રોજ, BSE સેન્સેક્સ 455 પોઈન્ટ ઘટીને 72,489 પર, જ્યારે નિફ્ટી 50 152 પોઈન્ટ ઘટીને 21,996 પર પહોંચ્યો હતો. દૈનિક ચાર્ટ પર RSI ઓસિલેટર નકારાત્મક ટૂંકા ગાળાના મોમેન્ટમને સૂચવે છે. 89 DEMA તરફ આ ડાઉનમૂવનું વિસ્તરણ 21,740ની આસપાસ મૂકવામાં આવે છે.
બેન્ક નિફ્ટી ઉપર મંદીવાળાઓ હાવી
સતત ચોથા સત્રમાં બેન્કિંગ ઇન્ડેક્સ ડાઉનટ્રેન્ડ ચાલુ રાખીને 415 પોઇન્ટ ઘટીને 47,069 પર રહ્યો હતો. આગામી મુખ્ય સપોર્ટ લેવલને 46,500 પર ચકાસી શકે છે, જ્યાં 100-દિવસની એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ (EMA) સ્થિત છે. ઇન્ડેક્સ માટે મુખ્ય પ્રતિકાર 48,000 પર સ્થિત છે. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 46,970, ત્યારબાદ 46,770 અને 46,446 પર સપોર્ટ લે તેવી અપેક્ષા છે. ઉચ્ચ બાજુએ, તે 47,618 પર પ્રતિકાર જોઈ શકે છે, ત્યારબાદ 47,818 અને 48,141 જોવા મળી શકે.
વૈશ્વિક શાંતિ ડહોળાની દહેશત વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં મંદીના ઓછાયા
ત્રણેય મુખ્ય યુએસ સ્ટોક ડહોળ્યા હતા. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 22.07 પોઈન્ટ અથવા 0.06 ટકા વધીને 37,775.38 પર, S&P 500 11.09 પોઈન્ટ અથવા 0.22 ટકા ઘટીને 5,011.12 પર અને Nasdaq Composite 81.865.510 પોઈન્ટ ઘટીને 81.865.50 પોઈન્ટ આસપાસ રહ્યા હતા. પરંતુ ફ્યુચર્સમાં મોટાભાગના વર્લ્ડ માર્કેટમાં લાલ રંગ જોવાયો હતો. એશિયન બજારો શુક્રવારે નીચા વેપાર કરી રહ્યા હતા.
II અને DII ડેટા | NSE પર F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક |
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ રૂ. 4,260.33 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ એપ્રિલ 18ના રોજ રૂ. 2,285.52 કરોડના શેરની ખરીદી કરી હતી, એમ NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે. | NSE એ એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝને એપ્રિલ 19 માટે F&O પ્રતિબંધ સૂચિમાં ઉમેર્યું છે, જ્યારે બલરામપુર ચીની મિલ્સ, બંધન બેંક, GNFC, હિન્દુસ્તાન કોપર, વોડાફોન આઈડિયા, મેટ્રોપોલિસ હેલ્થકેર, નેશનલ એલ્યુમિનિયમ કંપની, પિરામલ એન્ટરપ્રાઈઝ, સેઈલ અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝને જાળવી રાખ્યા છે. યાદી જણાવ્યું હતું. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)