માર્કેટ લેન્સઃ બજારની માસ સાયકોલોજિ એવું કહે છે કે નિફ્ટી 18500થી નીચે જવો ના જોઇએ
નિફ્ટી સપોર્ટ 18783-18708, રેઝિસ્ટન્સ 18987-19116, ઇન્ટ્રા-ડે વોચઃ SBI, ભારતી એરટેલ
અમદાવાદ, 27 ઓક્ટોબરઃ 19000 પોઇન્ટની સપાટી તોડી ગેપડાઉન ખૂલેલો નિફ્ટી સતત વેચવાલીના પ્રેશર નીચે 18837 પોઇન્ટ સુધી ઘટ્યો હતો. નીચામાં 200 દિવસની 18600 પોઇન્ટની એવરેજ પણ તોડી છે. તે દર્શાવે છે કે, માર્કેટમાં સ્થિરતા આવતાં થોડી વાર લાગી શકે છે.
ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે હવે 18600 રોક બોટમ બની રહેવી જોઇએ. તેની સામે 19250 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ધ્યાનમાં રાખીને જ તેજીનો વેપાર સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક રહેવા સાથે કરવાની સલાહ મળી રહી છે. રિલાયન્સ સિક્યુરિટીઝના અહેવાલ અનુસાર માર્કેટમાં લાંબાગાળાના મૂડીરોકાણ માટે સ્ટેટ બેન્ક, ભારતી એરટેલ ઉપર વોચ રાખી શકાય.
બેન્ક નિફ્ટીમાં પણ આક્રમક વેચવાલી વચ્ચે ઇન્ડેક્સ 8 માસની નીચી સપાટીએ સ્પર્શી ગયો હતો. સાથે સાથે 43000 પોઇન્ટની 200 દિવસીય એવરેજ નીચે રહેવા સાથે સંકેત આપે છે કે, આ લેવલ સુધારાની આગેકૂચ માટે ક્રોસ થવું જરૂરી છે. નીચામાં 42100 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સમજીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
નીચા મથાળે ખરીદવા જેવાં શેર્સઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, વીપ્રો, સ્ટેટ બેન્ક, લૌરસ લેબ, ન્યૂલેન્ડ લેબ્સ, આઇટીસી, ટીસીએસ, સિગ્નિટી ટેકનો., જીએસએફસી, જીએનએફસી, આરસીએફ, પેટીએમ, એસબીએફસી
6 દિવસમાં સેન્સેક્સે 3280 પોઇન્ટનું ગાબડું નોંધાવ્યું
Date | Open | High | Low | Close |
17/10/2023 | 66,558.15 | 66,559.82 | 66,309.18 | 66,428.09 |
18/10/2023 | 66,473.74 | 66,475.27 | 65,842.10 | 65,877.02 |
19/10/2023 | 65,484.61 | 65,869.65 | 65,343.50 | 65,629.24 |
20/10/2023 | 65,437.07 | 65,555.14 | 65,308.61 | 65,397.62 |
23/10/2023 | 65,419.02 | 65,453.92 | 64,502.68 | 64,571.88 |
25/10/2023 | 64,619.27 | 64,787.08 | 63,912.16 | 64,049.06 |
26/10/2023 | 63,774.16 | 63,774.16 | 63,092.98 | 63,148.15 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)