માર્કેટ લેન્સઃ નિફ્ટીએ 21700ની રેઝિસ્ટન્સ કૂદાવી, 21857 બાકી છે, ઇન્ટ્રા-ડે વોચઃ TCS, મુથુટ ફાઇનાન્સ, રામકો સિમેન્ટ
અમદાવાદ, 30 જાન્યુઆરીઃ ટેકનિકલી નિફાટીએ તેની ઇન્સાઇડ રેન્જમાંથી હાયર સાઇડ બ્રેક કરવા સાથે 21700 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધી છે. હવે ટેકનિકલી જોઇએ તો 21857 પોઇન્ટની ટેકનિકલ અને 22000 પોઇન્ટની સાયકોલોજિકલ રેઝિસ્ટન્સ સપાટીઓ મહત્વની પૂરવાર થશે. પરંતુ જે રીતે ઇકોનોમિ, પોલિટિક્સ અને સેન્ટિમેન્ટના સમાચારો ઉપરાંત માર્કેટ લીડર રિલાયન્સ વિષયક ન્યૂઝ ફરી રહ્યા છે. તે જોતાં નિફ્ટી ચાલુ સપ્તાહ દરમિયાન 22000 ક્રોસ કરે તેવી પૂરી સંભાવના જણાય છે. હાયર ટોપ- હાયર બોટમ સ્ટ્રકચર સૂચવે છે કે, અપવર્ડ ટ્રેન્ડ જારી રહેવા સાથે નિફ્ટી માટે હવે મહત્વનો સપોર્ટ 21400ની સપાટી બની રહેશે. રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે મહત્વની સપોર્ટ 21524- 21310 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 21857-21977 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખી સ્ટોપલોસ સાથે કામ કરવા ભલામણ કરાઇ છે.
ઇન્ટ્રા- વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇરેડા, આઇએફસીઆઇ, એચડીએફસી બેન્ક, મુથુટ ફાઇનાન્સ, નુવોકો, વિનસ પાઇપ્સ, સનટેક રિયાલ્ટી, આરવીએનએલ, એસજેવીએન, આઇઆરએફસી, અદાણી ગ્રૂપના શેર્સ
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45149- 44855, રેઝિસ્ટન્સ 45698- 45954.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)