MARKET LENS: નિફ્ટીઃ રેઝિસ્ટન્સ લેવલ્સ 23005- 23103- 23262 સપોર્ટ લેવલ્સ 22687-22589- 22430
અમદાવાદ, 24 મેઃ ભારતીય શેરબજારોનો સાર્વત્રિક મૂડ 23 મેના રોજ વધુ ઉત્સાહિત બનવા સાથે બેન્ચમાર્ક સૂચકાંકો તાજી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા હતા, નિફ્ટી તેની 23,000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીની નજીક જતા હતા, આંશિક રીતે શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું., જોકે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. તમામ કી મૂવિંગ એવરેજથી ઉપરના ઈન્ડેક્સ ટ્રેડિંગ અને સતત નવમા સત્રમાં હાયર હાઇની રચના જાળવી રાખવાથી ટેકનિકલ સેટઅપ વધુ મજબૂત દેખાય છે. જો નિફ્ટી નિર્ણાયક રીતે 23,000ના સ્તરથી ઉપર બંધ થવામાં સફળ થાય છે, તો 23,500નું સ્તર પર ધ્યાન રાખવાનું છે કારણ કે બજાર આવતા મહિને યોજાનારી સામાન્ય ચૂંટણીના પરિણામોની નજીક આવી રહ્યું છે. નિફ્ટી 50 ગુરુવારે 370 પોઈન્ટ અથવા 1.64 ટકા વધીને 22,968 ની નવી બંધ સપાટીએ સમાપ્ત થયો હતો, જે સરેરાશથી ઉપરના વોલ્યુમ સાથે હતો અને ડેઇલી ચાર્ટ પર લોંગ બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન રચી હતી, જે મજબૂત ખરીદીનો રસ દર્શાવે છે. દરમિયાન, બેન્ક નિફ્ટીએ નિફ્ટીને આઉટપરફોર્મ કરવા સાથે 987 પોઈન્ટ્સ અથવા 2.06 ટકા વધીને 48,769 પર, અને દૈનિક સમયમર્યાદા પર મજબૂત બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. તે હવે તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરે છે.
રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ 23000ની સપાટી નજીક બંધ આપવા સાથે નજીનો સપોર્ટ હવે 22650 રોકબોટમ જણાય છે. નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22699- 22430 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ 23115- 23262 પોઇન્ટ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.
નિફ્ટીઃ રેઝિસ્ટન્સ લેવલ્સ 23,005, 23,103 અને 23,262 સપોર્ટ લેવલ્સ 22, 687, 22,589 અને 22,430
બેંક નિફ્ટીઃ રેઝિસ્ટન્સ લેવલ્સ 48,856, 49,082 અને 49,447 સપોર્ટ લેવલ્સ 48,125, 47,899 અને 47,534
સ્ટોક્સ ટૂ વોચઃ IRFC, RVNL, BEL, IREDA, MAZDOCK, HDFCBANK, INDUSIND, NHPC, ADANIENT, TRIL, SHILPAMED, ZAGGLE, FORTIS, BIKAJI, ICRA, GABRIAL
સેક્ટર્સ ટૂ વોચઃ એફએમસીજી, ટેકનોલોજી, હેલ્થકેર, ઓઇલ, એનર્જી, આઇટી- ટેકનોલોજી, પીએસયુ શેર્સ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)