માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19664- 19597, રેઝિસ્ટન્સ 19803- 19874, ઇન્ટ્રા-ડે વોચઃ M&M, Ashokley
અમદાવાદ, 20 નવેમ્બરઃ indian cricket team જે રીતે સેમિ ફાઇનલ સુધી તમામ મેચ જીત્યા પછી final match માં ઘબડકો વાળ્યો તે રીતે બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી પણ 67000 પોઇન્ટ અને 20000 પોઇન્ટની સપાટીથી વારંવાર ધબડકો વાળી રહ્યા છે. પરંતુ ટેકનિકલ ઇન્ડિકેટર્સ એવું સૂચવે છે કે, નિફ્ટી ધીરે ધીરે Australian teamની જેમ વચ્ચે વચ્ચે હારીને પણ ફાઇનલ મેચ જીતવા સજ્જ બન્યો હોય તેમ બુલિશ ઇનસાઇડ રેન્જ કેન્ડલ રચવા સાથે હાયર બોટમ્સ અને હાયર ટોપ્સ છેલ્લા કેટલાંક સેશન્સથી રચી રહ્યો છે. જે દર્શાવે છે કે માર્કેટમાં ધીરે ધીરે રિકવરી આવવા સાથે નિફ્ટી નવા સિમાચિહ્ન સર કરવા સજ્જ બન્યો હોવાની ધારણા રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર જણાય છે.
નિફ્ટી માટે હવે નજીકની ટેકાની સપાટી 19600- 19550 ગણવા સામે રેઝિસ્ટન્સ 19800- 19874 ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે વોચ રાખોઃ મહિન્દ્રા- મહિન્દ્રા, અશોક લેલેન્ડ, પર્સિસ્ટન્સ
બેન્ક નિફ્ટી નકારાત્મક ન્યૂઝ વચ્ચે પણ હેવી પ્રોફીટ બુકિંગ છતાં 43400 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રહ્યો છે. જે સૂચવે છે કે માર્કેટમાં કરેક્શન મોડ પૂર્ણ થવા સાથે આગામી થોડા દિવસોમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 43441- 43293 અને રેઝિસ્ટન્સ 43800- 44016 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)