માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19685- 19628, રેઝિસ્ટન્સ 19824- 19906, ઇન્ટ્રા-ડે વોચ BPCL
અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ ગુરુવારે પણ માર્કેટમાં કરેક્શનનો દોર ચાલુ રહેવા સાથે નિફ્ટીએ આઠ દિવસની નીચી સપાટીએ બંધ આપ્યું છે. સાથે સેથે 19620- 19680 હવે નજીકની મહત્વની ટેકાની સપાટી જણાય છે તેવું રિલાયન્સ રિસર્ચનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. ઉપરમાં નિફ્ટી 20000 ક્રોસ કરે તે અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ થઇ સમજવી. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, સળંગ 1100 પોઇન્ટ આસપાસના ગાબડાં બાદ બાઉન્સબેકની શક્યતાને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ શોર્ટટર્મ સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક બાઇંગનું જોખમ ઉઠાવી શકે છે. પરંતુ જો નિફ્ટી 19685 તોડે તો નીચામાં 19500 સુધીની શક્યતા હોવાનું પણ ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે.
બેન્ક નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 44385- 44147, રેઝિસ્ટન્સ 45070- 45515
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)