માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21835- 21719, રેઝિસ્ટન્સ 22148- 22345, ઇન્ટ્રાડે વોચઃ લાર્સન, ICICI પ્રુ., TCS
અમદાવાદ, 29 ફેબ્રુઆરીઃ બુધવારે માર્કેટમાં ભારે વોલેટિલિટી અને સેન્સેક્સ- નિફ્ટી સહિત તમામ સેક્ટોરલ્સ સ્પેસિફિક શેર્સમાં ભારે વેચવાલીના પગલે અફરા-તફરી મચી ગઇ હતી. ટેકનિકલી નિફ્ટીએ તેની ઇન્સાઇડ રેન્જથી ડાઉનસાઇડ ઉપર બ્રેક લીધો હોવાનું જણાય છે. દિવસ દરમિયાનની નીચી સપાટીએ બંધ રહેવા સાથે નિફ્ટીએ 22000ની સપાટી ગુમાવી છે. જે તેની 20 દિવસીય એવરેજની નજીક છે. સાથે સાથે હવે 22000ની સપાટી પાછી મેળવે ત્યાં સુધી સંગીન સુધારાની રાહ જોવી રહી. ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટી માટે સપોર્ટ 21835- 21719 પોઇન્ટની સપાટી અને રેઝિસ્ટન્સ 22148- 22345 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખી ટ્રેડ કરવાની સલાહ રિલાયન્સ સિક્યુરીટીઝનો ટેકનિકલ રિપોર્ટ સૂચવે છે.
દરમિયાનમાં વૈશ્વિક શેરબજારો પૈકી એશિયાઇ શેરબજારોમાં નીચા મથાળેથી સુધારો જ્યારે યુએસ માર્કેટમાં નરમાઇનો ટોન જારી રહ્યો છે. પ્રિ-ઓપનિંગ માટે ગીફ્ટી નિફ્ટીમાં સાધારણ સુધારો સંકેત આપે છે કે, માર્કેટ ખૂલતાંમાં ફ્લેટથી સાધારણ સુધારા તરફી રહી શકે છે. પરંતુ જો નિફ્ટી 21700ની સપાટી તોડે તો મોટા લેણ માટે રાહ જોવી તેવી સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
સ્ટોક્સ ટૂ વોચઃ Jio Finance, Adani Power, IRFC, PFC, REC, રિલાયન્સ, એસબીઆઇ, આરબીએલ બેન્ક, ગુજરાત ગેસ, ઝોમેટો, યસ બેન્ક
સેક્ટર્સ ટૂ વોચઃ એનર્જી, હોટલ્સ, કન્સ્ટ્રક્શન, સિલેક્ટિવ આઇટી, બેન્કિંગ- ફાઇનાન્સ.
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 45626- 45288, રેઝિસ્ટન્સ 46528- 47092
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)