માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23185- 23104 અને રેઝિસ્ટન્સ 23367- 23470 પોઇન્ટ
અમદાવાદ, 12 જૂનઃ ભારતીય શેરબજારોએ પ્રારંભિક નબળાઈને દૂર કરી અને સત્રના અંતમાં પ્રોફિટ બુકિંગને પચાવીને સુધારાની ચાલને આગળ ધપાવવા કોશિશ કરી છે. નિફ્ટી છેલ્લા બે દિવસમાં એક રેન્જમાં આગળ વધી રહ્યો છે, જેમાં VIX 15ની નીચે આવી ગયો છે. 11 જૂનના રોજ, તે 23,265 પર 6 પોઈન્ટથી નજીવો વધીને બંધ થયો હતો. 23,380-23,410 રેન્જથી ઉપર તોડવાના અનેક પ્રયાસો છતાં નિષ્ફળ રહેવા સાથે 23,264 પર બંધ રહ્યો હતો. નિષ્ણાતો સૂચવે છે કે ઇન્ડેક્સ 23,410ની ઉપર બંધ ન થાય તો 23,200ની નીચે ટૂંકા ગાળાના વેચાણનું દબાણ વધી શકે છે.
રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ તેની ઇન્સાઇડ રેન્જમાં બંધ આપવા સાથે 23050 પોઇન્ટનું લેવલ મહત્વનું સાબિત થવાનો સંકેત આપ્યો છે. જે બાજુ માર્કેટ બ્રેકઆઉટ મેળવે તે તરફની ચાલ જોવા મળી શકે છે. ઉપરમાં 23600 રેઝિસ્ટન્સ અને નીચામાં 23104 પોઇન્ટની સપાટી સપોર્ટ લેવલ તરીકે કામ કરી શકે છે. નિફ્ટી માટે સપોર્ટ 23185- 23104 અને રેઝિસ્ટન્સ 23367- 23470 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને સ્ટોપલોસ સાથે ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
અગ્રણી બ્રોકર્સની નજરે નિફ્ટી માટે મુખ્ય લેવલ્સઃ સપોર્ટ: 23,187-23,114- 22,930 અને રેઝિસ્ટન્સ: 23,371-23,484- 23,669
બેંક નિફ્ટી માટેના મુખ્ય સ્તરો: રેઝિસ્ટન્સ: 50148- 50515- 51145 અને સપોર્ટ: 49518-49255- 48625
સ્ટોક્સ ટૂ વોચઃ INDIGO, IRB, ACE, HONSA, IRFC, ZOMATO, JIOFINANCE, RVNL, NBCC, IREDA, LTIM, TCS.
સેક્ટર્સ ટૂ વોચઃ ટેકનોલોજી, કન્સ્ટ્રક્શન, ઓટો એન્સિલરી, ઓઇલ- એનર્જી, રેલવે સ્ટોક્સ
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)