માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24369- 23969, રેઝિસ્ટન્સ 24980- 24580
સ્ટોક્સ ટૂ વોચઃ | SWIGGIY, PROTEAN, EIEL, DIXON, OLAELE, ZOMATO, RELIANCE, INFY, TCS, HAL, HYUNDAI, YESBANK, IGL, TATAPOWER |
અમદાવાદ, 17 ડિસેમ્બરઃ નિફ્ટીએ સોમવારે તેની 20 દિવસીય એવરેજને બાઉન્સ કરવા સાથે શાર્પ પુલબેક નોંધાવ્યા બાદ 3 માસની ટોચ નોંધાવી હતી. જોકે, પાછળથી સુધારો ધોવાયો હતો. જે દર્શાવે છેકે માર્કેટ એકાદ સારા કારણની રાહ જોઇ રહ્યું છે. નીચામાં નિફ્ટી માટે 24400નો મહત્વનો સપોર્ટ ક્રોસ થયા બાદ ઉપરમાં 25200ની મહત્વની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ સૂચવે છે કે, આરએસઆઇ તેની ઓવરસોલ્ડ લેવલથી ઉપર છે અને એવરેજ લાઇનને પેસિવ મોમેન્ટમ સાથે ક્રોસ કરે છે. જે મજબૂત પૂલબેકનો સંકેત આપે છે.
નિફ્ટીએ શુક્રવારના સત્રમાં લગભગ 1%ની તેજી પછી સોમવારે કોન્સોલિડેશન જોયું હતું. પ્રોફિટ બુકિંગને કારણે નિફ્ટી સાધારણ નીચે બંધ રહ્યો, પરંતુ ટેકનિકલ ઇન્ડિકેટર્સને ધ્યાનમાં લેતા, એકંદરે ટ્રેન્ડ તેજીની તરફેણમાં છે. જ્યાં સુધી નિફ્ટી ક્લોઝિંગ ધોરણે 24,500ની સપાટી જાળવી રાખી શકે છે, ત્યાં સુધી તે 25,000 તરફ કૂચ કરે તેવી ઉચ્ચ સંભાવના છે, શોર્ટ ટર્મ ટ્રેન્ડમાં નિફ્ટી 24,700-24,750 રેઝિસ્ટન્સને નિર્ણાયક રીતે ક્રોસ કરે તેવી નિષ્ણાતોની ધારણા છે. બેન્ક નિફ્ટી માટે, 53,300-53,200 ઝોન સપોર્ટ તરીકે કામ કરે તેવી ધારણા છે, જ્યારે 53,800-54,000 ઉચ્ચ બાજુએ રેઝિસ્ટન્સ બની શકે છે.
સોમવારે નિફ્ટી 100 પોઈન્ટ ઘટીને 24,668 પર બંધ રહ્યો હતો, જ્યારે બેન્ક નિફ્ટી 2.5 પોઈન્ટ ઘટીને 53,581 પર બંધ રહ્યો હતો, જોકે પોઝિટિવ માર્કેટબ્રેડ્થ હોવા છતાં માર્કેટ ટ્રેન્ડ પ્રોફીટ બુકિંગનો રહ્યો હતો. NSE પર ઘટી રહેલા 1,196 શેરમાં ઘટાડાની સામે લગભગ 1,359 શેર વધ્યા હતા.
નિફ્ટી | સપોર્ટ 24369- 23969, રેઝિસ્ટન્સ 24980- 24580 |
બેન્ક નિફ્ટી | સપોર્ટ 52681- 51778, રેઝિસ્ટન્સ 54070- 54577 |
સેક્ટર્સ ટૂ વોચ | આઇટી, ટેકનોલોજી, મેટલ્સ, ડિફેન્સ, રેલવે, ફાર્મા, બેન્કિંગ- ફાઇનાન્સ |
India VIX: અગાઉના સળંગ છ સત્રોમાં ઘટાડા પછી વોલેટિલિટીએ સ્માર્ટ રિબાઉન્ડ દર્શાવ્યું હતું, જે FOMC મીટિંગ પહેલા તેજીઓને થોડી સાવધ બનાવે છે. ઇન્ડિયા VIX 7.41 ટકા વધીને 14.02ના સ્તરે પહોંચ્યો હતો.
F&O પ્રતિબંધ હેઠળ સ્ટોક્સ: ગ્રાન્યુલ્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન કોપર, મણપ્પુરમ ફાઇનાન્સ, નેશનલ એલ્યુમિનિયમ કંપની, આરબીએલ બેંક, સેઇલ
F&O પ્રતિબંધમાંથી સ્ટોક્સ દૂર: મેટ્રોપોલિસ હેલ્થકેર, PVR INOX
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)