માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 25090- 25035, રેઝિસ્ટન્સ 25238-25330
અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ હાયર સાઇડ ઉપર પ્રોફીટ બુકિંગના પગલે નિફ્ટી ફરી એકવાર 25300 જાળવવામાં ફેઇલ ગયો હતો. સાથે સાથે દિવસની લોઅર પોઇન્ટની નજીક બંધ રહ્યો હતો. જે દર્શાવે છે કે, ઓવરબોટ સ્ક્રીપ્સમાં પ્રોફીટ બુકિંગ જોવાયુમ હતું. ટેકનિકલી નિફ્ટી માટે 25300ની સપાટી ક્રોસ થવી અત્યંત જરૂરી રહેશે. જો 25000ની સપાટી તૂટે તો પ્રોફીટ બુકીંગ પ્રેશર વધી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ ડેઇલી ચાર્ટ ઉપર એવરેજ લાઇનથી રિવર્સલ ટ્રેન્ડ સૂચવે છે અને અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ હાલના લેવલથી મોડરેશન સૂચવે છે.
13 દિવસની સળંગ તેજી બાદ ભારતીય શેરબજારો સતત બીજા સત્રમાં સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. તેમ છતાં 5 સપ્ટેમ્બર સુધી તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર રહ્યા છે. એકંદરે, વલણ સકારાત્મક રહ્યું છે. શુક્રવારે નિફ્ટી રેન્જ-બાઉન્ડ રહેવાની શક્યતા છે, 25,080 પર તાત્કાલિક સપોર્ટ સાથે (અગાઉના દિવસની નીચી સપાટી, જે ઓગસ્ટ 1 ની અગાઉની સ્વિંગ ઉચ્ચ સાથે 10-દિવસના EMA સાથે સુસંગત છે છે. 25,300-25,350 પોઇન્ટની સપટી નજીકની રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
નિફ્ટીઃ સપોર્ટ 25090- 25035, રેઝિસ્ટન્સ 25238-25330
બેન્ક નિફ્ટીઃ સપોર્ટઃ 51363- 51252, રેઝિસ્ટન્સ 51610-51747
F&O પ્રતિબંધમાં સ્ટોક્સ: બંધન બેંક, બાયોકોન, ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ, બલરામપુર ચીની મિલ્સ, હિન્દુસ્તાન કોપર, આરબીએલ બેંક
સેક્ટર્સ ટૂ વોચઃ કન્સટ્રક્શન, એનબીએફસી, એનર્જી, ગ્રીન એનર્જી, આઇટી- ટેકનોલોજી, હેલ્થકેર, ફર્ટિલાઇઝર્સ, ડિફેન્સ, સિલેક્ટેડ રેલવે સ્ટોક્સ
Stocks to watch: PrestigeEstates, AptusValue, GMDC, Pidilite, CamlinFine, ShreyasShipping, UdayshivakumarInfra, KEC, AshokaBuildcon, NLCIndia, BaazarStyleRetail, RIL, JIOFINANCE, IGL, BSE, PAYTM
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)