માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23022- 22902, રેઝિસ્ટન્સ 23229- 23315

Stocks to Watch: | TataMotors, BajajFinance, Infosys, Voltas, HitachiEnergy, BrigadeEnterprises, JKPaper, BlueStar, eClerx, Raymond, SamhiHotels, IFBAgro, SRF, AskAutomotive, BlueDart, GRInfraprojects, Afcons, SonaBLW, 3MIndia |
અમદાવાદ, 30 જાન્યુઆરીઃ નિફ્ટીએ બુધવારે હાયર હાઇ હાયર લો પેટર્ન રચીને ટ્રેન્ડ રિવર્સલનો સંકેત આપ્યો છે. સાથે સાથે ડેઇલી ચાર્ટ ઉપર હાયર ટોપ ફોર્મેશન દર્શાવવા સાથે 20 દિવસીય એવરેજ 23340ના લેવલ સાથે સંમતી દર્શાવી છે. તે જોતાં માર્કેટમાં સુધારાની શક્યતા પ્રબળ બની હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે કે, નીચામાં નિફ્ટી 23400ના મજબૂત સપોર્ટ સાથે વોલેટિલિટી વચ્ચે સુધારાની આગેકૂચ જાળવી રાખે તેવી શક્યતા છે. આરએસઆઇ પણ તેની એવરેજ લાઇનથી ઉપર ટ્રેડ થઇ રહી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપી રહ્યા છે.

મન્થલી F&O એક્સપાયરી પહેલા 29 જાન્યુઆરીએ બેંક નિફ્ટી કરતાં વધુ સારો દેખાવ કરતા, નિફ્ટીમાં બીજા સત્ર માટે ખરીદીનો રસ જોવા મળ્યો. સાડા સાત મહિનાના નીચા સ્તરમાંથી બહાર નીકળ્યા પછી હાયર હાઇ રચના સાથે સેન્ટિમેન્ટમાં થોડો સુધારો થયો છે. જોકે, એકંદર મૂડ હજુ પણ મંદીવાળાના નિયંત્રણમાં છે, અને VIX 18.64 પર પહોંચ્યો છે. તેથી, તેજીને મજબૂતી મળે તે માટે નિફ્ટીને 23,260–23,300 ઝોન અને ત્યારબાદ 23,350–23,400 ઝોનને ક્રોસ કરવાની જરૂર છે. ત્યાં સુધી, 23,000 પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે. જ્યાં સુધી બેંક નિફ્ટી મંગળવારના નીચા સ્તર 48,450ની આસપાસ રહેશે, ત્યાં સુધી 49,500 અને 50,000ની ઉપરની તેજી શક્ય છે. જોકે, ત્યાં સુધી, કોન્સોલિડેશન ચાલુ રહી શકે છે, 48,450 પર સપોર્ટ હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
બુધવારે નિફ્ટી 50 206 પોઈન્ટ (0.90 ટકા) વધીને 23,163 પર બંધ થયો, જ્યારે બેંક નિફ્ટી 299 પોઈન્ટ (0.61 ટકા) વધીને 49,166 પર બંધ થયોહતો. NSE પર ઘટેલા 406 શેરની સરખામણીમાં લગભગ 2,152 શેરમાં ખરીદીનો રસ જોવા મળ્યો. બંધ સમયે સેન્સેક્સ 631.55 પોઈન્ટ અથવા 0.83 ટકા વધીને 76,532.96 પર હતો.

ગિફ્ટ નિફ્ટી: ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યો છે, જે દિવસની શરૂઆત મંદ દર્શાવે છે. નિફ્ટી ફ્યુચર્સ 23,146.00 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
ફંડ ફ્લો એક્શન: 29 જાન્યુઆરીના રોજ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત 19મા સત્રમાં ચોખ્ખા વેચાણકર્તા રહ્યા રહેવા સાથે રૂ. 2,586 કરોડના શેર્સ વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય સંસ્થાઓએ રૂ. 1,792.71 કરોડની ખરીદી કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)