માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23315- 23426, રેઝિસ્ટન્સ 23733- 23862
![](https://businessgujarat.in/wp-content/uploads/2025/02/Screenshot_2025-02-07-07-48-09-37_e307a3f9df9f380ebaf106e1dc980bb6.jpg)
કરેક્શનના કિસ્સામાં, નિફ્ટી ઘટીને 23,400-23,450 (10 અને 20-દિવસના EMAની નજીક) જઇ શકે છે, ત્યારબાદ 23,200 આવી શકે છે, જેને મહત્વપૂર્ણ સપોર્ટ માનવામાં આવે છે. ઉપરમાં 23,800 મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ બનવાની અપેક્ષા છે
STOCKS TO WATCH | Zomato, ITC, NTPC Green Energy, Solar Industries, BSE, ITC, Britannia, Emcure Pharma, NCC, Bharti Airtel, Religare, RELIANCE, WHIRLPOOL, HAL, HYUNDAI, IREDA, ITCHOTEL, YESBANK |
અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ નિફ્ટીએ 23800 પોઇન્ટનું રેઝિસ્ટન્સ ક્રોસ કરવામાં ફરી એકવાર નિષ્ફળતા મેળવી છે. હવે માર્કેટ આરબીઆઇના રેપો રેટ અંગેના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે. નીચામાં જો નિફ્ટી 23450 પોઇન્ટનો સપોર્ટ ગુમાવે તો નીચામાં નેગેટિવ પ્રેશર વધવા સાથે 23000ની સપાટી જોખમમાં આવી શકે તેવું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. રિલાયન્સ સિક્યુરીટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ પણ સૂચવે છે કે, આરએસઆઇ ફરી એવરેજ લાઇનની નીચે ઉતરી ગયો હોવાથી માર્કેટમાં અવરલી ચાર્ટ મુજબ આરબીઆઇના નિર્ણય બાદ વોલેટિલિટી વધી શકે છે.
નિફ્ટીએ 6 ફેબ્રુઆરીએ બીજા સત્ર માટે રેન્જબાઉન્ડ ટ્રેડિંગ દરમિયાન તેની નબળાઈ લંબાવીહ હતી. 7 ફેબ્રુઆરીએ યોજાનારી RBI MPC (મોનેટરી પોલિસી કમિટી) મીટિંગના પરિણામ પહેલાં ટ્રેડર્સ સાવચેત રહ્યા હોવાથી આગામી સત્રમાં કોન્સોલિડેશનની શક્યતા નકારી શકાય નહીં, જોકે એકંદર વલણ પોઝિટિવ જણાય છે. કરેક્શનના કિસ્સામાં, નિફ્ટી ઘટીને 23,400-23,450 (10 અને 20-દિવસના EMAની નજીક) જઇ શકે છે, ત્યારબાદ 23,200 આવી શકે છે, જેને મહત્વપૂર્ણ સપોર્ટ માનવામાં આવે છે. ઉપરમાં 23,800 મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ બનવાની અપેક્ષા છે
![](https://businessgujarat.in/wp-content/uploads/2025/02/Screenshot_2025-02-07-07-48-34-22_e307a3f9df9f380ebaf106e1dc980bb6.jpg)
નિફ્ટી | સપોર્ટ 23315- 23426, રેઝિસ્ટન્સ 23733- 23862 |
બેન્ક નિફ્ટી | સપોર્ટ 50170- 49959, રેઝિસ્ટન્સ 50573- 50765 |
ભારતીય બજારો આગામી RBI નીતિના સંદર્ભમાં ઓલિવર ટ્વિસ્ટ મોડમાં છે. મોટા ભાગના લોકો રેટ ઘટાડાની અપેક્ષા રાખે છે. કેટલાક CRR ઘટાડાની પણ અપેક્ષા રાખે છે. વધુમાં, ઇચ્છે છે કે ગવર્નર પૂરતી તરલતાની ખાતરી આપે, RBI ક્રેડિટ-ડિપોઝિટ રેશિયોમાં ઘટાડો કરે અને નવા LCR, ECL અને પ્રોજેક્ટ ફાઇનાન્સ નિયમો મુલતવી રાખવામાં આવે.
![](https://businessgujarat.in/wp-content/uploads/2025/02/Screenshot_2025-02-07-07-48-56-16_e307a3f9df9f380ebaf106e1dc980bb6.jpg)
ગિફ્ટ નિફ્ટી: ગિફ્ટ નિફ્ટી ફ્લેટ છે, જે દિવસની શરૂઆત ધીમી દર્શાવે છે. નિફ્ટી ફ્યુચર્સ 23,702 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
ફંડ ફ્લો એક્શન: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ₹ 3,549.95 કરોડની વેચવાલી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ ₹ 2,721.66 કરોડની ખરીદી કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)