26,000ની રેકોર્ડ ઊંચાઈ તરફ મજબૂત ચાલ માટે NIFTYને 25,750–25,800 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટીઓ ક્રોસ કરવાની જરૂર છે. ત્યાં સુધી, 25,400–25,300 ઝોનમાં સપોર્ટ સાથે કેટલાક કોન્સોલિડેશન જોવા મળી શકે છે.

Stocks to Watch:RIL, JIOFINANCE, HAL, DIXON,, BAJAJAUTO, TATAMOTORS, APOLLOHOSPI, TorrentPharma, JBChemicals, JyotiCNC, BHEL, AlembicPharma, PrestigeEstates, HindRectifiers

અમદાવાદ, 30 જૂનઃ NIFTYએ 25500 પોઇન્ટના મજબૂત રેઝિસ્ટન્સને સાવધાની સાથે ક્રોસ કરીને મજબૂત સુધારાનો સંકેત આપી દીધો છે. તેજીવાળાઓ માટે તમામ ટેકનિકલ મોમેન્ટમ અને ઇન્ડિકેટર્સ પોઝિટિવ જણાય છે. 20 દિવસીય એસએમએ ઉપરનો પ્રાઇસ ટ્રેન્ડ પણ અપવર્ડ ટ્રેન્ડનો સંકેત આપે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆ 67.72ના લેવલે ઓવરબોટ ઝોનનો સંકેત આપે છે. તે બુલ્સ માટે પ્રોફીટ બુકિંગના હળવા આંચકાઓ સાથે સુધારાનો સંકેત આપે છે. અને NIFTY તેની નેક્સ્ટ 25800- 26000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીઓ તોડવા માટે ટ્રાય કરે તેવો સંકેત મળી રહ્યો છે.

27 જૂનના રોજ NIFTY અને બેંક NIFTYએ 0.4 ટકાનો વધારો નોંધાવ્યો હતો. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ, ચાર્ટ પેટર્ન અને બોલિંગર બેન્ડ્સમાં એક્સાપન્સન – હાયર હાઇ, લોઅર હાઇ અને ઘટતા VIX સાથે – સૂચવે છે કે બુલ્સ મજબૂત સ્થિતિમાં છે. તેથી, છેલ્લા બે અઠવાડિયામાં તીવ્ર તેજી પછી સંભવિત કોન્સોલિડેશન વચ્ચે NIFTY 25,800 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો આ સ્તરથી ઉપર ટકી રહે, તો આગામી લક્ષ્ય 26,000 છે. જો કે, તાત્કાલિક સપોર્ટ 25,400 પર મૂકવામાં આવ્યો છે. દરમિયાન, જ્યાં સુધી બેંક NIFTY 57,000 ના લેવલ (તાત્કાલિક સપોર્ટ)ને બચાવે છે, ત્યાં સુધી 58,000-58,500 તરફ ઉપરની ગતિ શક્ય છે. જોકે, નિષ્ણાતોના મતે, 57,000ની નીચે, વેચાણ દબાણ ઉભરી શકે છે.

27 જૂનના રોજ, NIFTY 89 પોઈન્ટ વધીને 25,638 પર બંધ થયો, જ્યારે બેંક NIFTY 237 પોઈન્ટ વધીને 57,444 પર બંધ થયો હતો. માર્કેટ બ્રેડ્થ તેજીવાળાઓની તરફેણમાં રહેવા સાથે NSE પર 1,162 શેર્સ ઘટવાની સામે લગભગ 1,448 શેરોમાં સુધારો નોંધાયો હતો.

India VIX: એ સતત ચોથા સત્રમાં તેનો ડાઉનટ્રેન્ડ ચાલુ રાખ્યો, 1.61 ટકા ઘટીને 12.39 પર – 1 ઓક્ટોબર, 2024 પછીનો સૌથી નીચું બંધ લેવલ – જે હવે તેજીવાળાઓ માટે વધુ અનુકૂળ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)