માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ NIACL, એલ્જી ઇક્વિપમેન્ટ, કેનફીન હોમ્સ, આલ્કેમ, આયશર મોટર્સ
અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ બુધવારે 245 પોઇન્ટના ઉછાળા સાથે 67466 પોઇન્ટ અને નિફ્ટી 76 પોઇન્ટના સુધારા સાથે 20070 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહ્યા હતા. બુધવારે ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીની રેન્જ 20059- 19944 પોઇન્ટ વચ્ચેની રહી હતી. છતાં નિફ્ટી છેલ્લે 20000 પોઇન્ટની સપાટી ઉપર પહેલીવાર બંધ રહ્યો હતો. ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ પોઝિટિવ કેન્ડલની રચના કરી છે અને 20290 પોઇન્ટ તરફની આગેકૂચનો સંકેત મળી રહ્યો હોવાનું સ્ટોક્સબોક્સ જણાવે છે. જે મહત્વની રેઝિસ્ટન્સ પણ સાબિત થઇ શકે છે. નીચામાં 19900 પોઇન્ટની રોક બોટમ પકડીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સે જો નિફ્ટી 20059 પોઇન્ટ ઉપર રહે અને છેલ્લે 20121 પોઇન્ટ ઉપર પ્રથમ 15 મિનિટના ટ્રેડ દરમિયાન જાળવી રાખે તો તેજીનો વેપાર જાળવી રાખવાની સલાહ મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)