માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ TCI EXP, TANLA, DABUR, M&M FIN., BRITANIA
મુંબઇ, 8 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ ગુરુવારે 385 પોઇન્ટની આગેકૂચ સાથે 66000 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી 66265 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 116 પોઇન્ટના સુધારા સાથે 19727 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સ્ટોક્સબોક્સના ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટીએ બીગ પોઝિટિવ હાયર હાઇ કેન્ડલની રચના કરી છે. સાથે સાથે સતત પાંચમાં દિવસે સુધારો નોંધાવ્યો છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇએમએ50 સપોર્ટ જોતાં હવે નજીકનું રેઝિસ્ટન્સ 19800 પોઇન્ટ જણાય છએ. બેન્ક નિફ્ટીએ પણ ટર્નઅરાઉન્ડ થવા સાથે 45000 પોઇન્ટની સપાટી પાછી મેળવી છે. જે માર્કેટ માટે પોઝિટિવ સંકેત ગણાવી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)