MARKET OUTLOOK: NIFTY SUPPORT 17642- 17565, RESISTANCE 17817- 17915
NIFTY – 50એ બુધવારે ડલ શરૂઆત કર્યા બાદ બાઉન્સબેકમાં 7839 પોઇન્ટનું લેવલ ટચ કર્યા પછી માર્કેટ સેન્ટિમેન્ટ ડલ બન્યું હતું. જેમાં 17664 પોઇન્ટ થઇ છેલ્લે 98 પોઇન્ટના ઘટાડા સાથે 17718 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સાવચેતીનું અને થોભો- રાહ જુઓનું રહ્યું છે.
ટેકનિકલી જોઇએ તો 17700 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવી રાખીને NIFTYએ ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડિસિસિવ દોજી ફોર્મેશન આપ્યું છે. જે શોર્ટટર્મ ટ્રેન્ડ કરેક્શનનો રહેવાનો સંકેત આપે છે. મોટાભાગના સેક્ટર્સમાં નેગેટિવ ચાલ રહેવા સાથે એફઆઇઆઇ પણ નેટ સેલર રહ્યા છે. તે જોતાં 17500- 17400ના લેવલ્સ તરફની ચાલ માર્કેટમાં કરેક્શનને ઘેરું બનાવી શકે છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.
BANK NIFTY: SUPPORT 40895- 40586, RESISTANCE 41507- 41811
કરેક્શન ફોલોઅપના અભાવે BANK NIFTYએ તેની નિયર ટર્મ સપોર્ટ લેવલ્સ 41150- 41000ના લેવલ્સ ટેસ્ટ કર્યા છે. રાઇઝિંગ ટ્રેન્ડ અને બેન્ચમાર્ક NIFTYને અંડરપરફોર્મ કર્યા પછી મહત્વના ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, 41150- 41000ના લેવલ્સ ટકી રહ્યા પછી માર્કેટમાં નેગેટિવ મોમેન્ટમ ઘટી શકે છે. પરંતુ જો આ લેવલ્સ તૂટે તો NIFTY 40500- 40300ના લેવલ્સ તરફ સરકી શકે છે. ઉપરમાં 41500- 41800 નજીકના રેઝિસ્ટન્સ સમજીને માર્કેટ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.
NIFTY | 17718 | BANK NIFTY | 41203 | SCRIPT | IN FOCUS |
S-1 | 17642 | S-1 | 40895 | PRINCE PIPES | BUY |
S-2 | 17565 | S-2 | 40586 | EICHERMOT | SELL |
R-1 | 17817 | R-2 | 41507 | JSW STEEL | SELL |
R-2 | 17915 | R-2 | 41811 | NTPC | BUY |
Market lens by: Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)