અમદાવાદ, 3 જુલાઇઃ મંગળવારે નેગેટિવ નોટ સાથે  ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ અને બંધ ફ્લેટ બાદ એવું લાગે કે બજાર રેન્જબાઉન્ડ થઈ રહ્યું છે. નિફ્ટી 24,200 ક્રોસ થયો હતો, જે 18 પોઈન્ટ ઘટીને 24,124 પર બંધ થયો હતો. ઇન્ડેક્સ જ્યાં સુધી બંધ ધોરણે 24,200ની નીચે રહે ત્યાં સુધી 24,000 પર તાત્કાલિક સપોર્ટ સાથે કોન્સોલિડેટ થવાની શક્યતા છે. જો તે 24,200ની ઉપર બંધ થાય અને ટકાવી રાખે, તો 24,500 એ જોવાનું સ્તર છે. રિલાયન્સ સિક્યુરિટિઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટીએ 24236 પોઇન્ટ ટચ થયા બાદ પ્રોફીટ બુકિંગ શરૂ થયું હતું. જેના કારણે દિવસ દરમિયાન વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સંકડાયેલા રહેવા સાથે માર્કેટ ફ્લેટ બંધ રહ્યું હતું. રિપોર્ટ અનુસાર એવી ધારણા સેવાય છે કે, માર્કેટમાં એકાદ કરેક્શન આવી શકે છે. જેમાં નિફ્ટી 23900 સુધી ઘટી શકે છે. ઓવરબોટ માર્કેટ કન્ડિશન વચ્ચે આરએસઆઇ તેની હાયર રેન્જથી રિવર્સ થઇ રહ્યો છે અને મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ ઓવરબોટ કન્ડિશન દર્શાવી રહ્યા છે. તે જોતાં રોકાણકારોએ સ્ટોપલોસ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચને વળગી રહી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે.

નિફ્ટીઃ સપોર્ટ 24041- 23959, રેઝિસ્ટન્સ 24221- 24319

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 51834- 51499, રેઝિસ્ટન્સ 52665, 53163

સ્ટોક્સ ટૂ વોચઃ IEX, GRSE, ABDL, PROTEAN, SBIN, JIOFINANCE, IREDA, PGIL, MOTHERSON, TATAMOTOR, BAJAJFINSERV, HINDALCO, MAHINDRA, PERSISTENT

સેક્ટર્સ ટૂ વોચઃ ફાઇનાન્સિયલ, રેલવે, ફર્ટિલાઇઝર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, ગ્રીન એનર્જી, રિટેલ, આઇટી- ટેકનોલોજી

ઇન્ડિયા VIX 10-દિવસના EMA (એક્સ્પોનેન્શિયલ મૂવિંગ એવરેજ) તેમજ 200-દિવસના EMAની નીચે વોલેટિલિટી જળવાઈ રહે છે, જે બુલ્સ માટે અનુકૂળ છે. ઈન્ડિયા વીઆઈએક્સ, ભય સૂચકાંક 13.83 સ્તરથી 1.37 ટકા ઘટીને 13.64 થયો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)