Comp.OpenClosePrice
(Rs)
Size
(RsCr.)
Exch.
Aadhar
Housing
May8May10 3000BSE
NSE
TBO
Tek
May8May10  BSE
NSE
IndegeneMay6May8430/
452
1842BSE
NSE

અમદાવાદ 1 મેઃ

મે મહિનામાં એક તરફ ચૂંટણી પ્રચાર અને બીજી તરફ ઇલેક્શન ઇફેક્ટથી પર રહીને પ્રાઈમરી માર્કેટમાં આઇપીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેઇનબોર્ડ ખાતે આ સપ્તાહે 3 આઇપીઓ લોન્ચ થવા જઇ રહ્યા છે. જ્યારે ઇન્ડિજેનનો આઇપીઓ તા. 6 મે એ ખૂલશે. આધાર હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ ઈન્ડીજેન ટીબીઓ ટેક આ સપ્તાહે મેઇનબોર્ડ ખાતે ઇશ્યૂ યોજવા માટે સજ્જ છે. અન્ય કંપનીઓ આ મહિને પ્રારંભિક જાહેર ઓફરોમાંથી આશરે રૂ.7000 કરોડથી વધુવ એકત્ર કરે તેવી ધારણા છે. ભારતીય પ્રાઇમરી માર્કેટે ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન રેકોર્ડ ફંડ એકત્રીકરણ સાથે સામાન્ય ચૂંટણી પહેલા બે દાયકાના વલણને આગળ ધપાવ્યું છે. કંપનીઓ ચૂંટણીના પરિણામ અંગે ઓછી અનિશ્ચિતતા હોવાથી મે મહિનામાં પણ કેટલાક આઇપીઓ લોન્ચ થવા જઇ રહ્યા છે. અર્થાત્ મે મહિનામાં IPO લૉન્ચ અને લિસ્ટિંગનો ધમધમાટ ચાલુ રહેશે.

આધાર હાઉસિંગ ફાઇનાન્સ 8 મે એ IPO લોન્ચ કરે અને તા. 10 મે એ બંધ કરે તેવી શક્યતા છે. કંપનીએ તેની પ્રારંભિક જાહેર ઓફરનું કદ મૂળ આયોજિત રૂ. 5000 કરોડથી ઘટાડીને રૂ. 3000 કરોડ કરવાનું નક્કી કર્યું છે. શરૂઆતમાં ઓફર ફોર સેલ કમ્પોનન્ટ રૂ. 4000 કરોડની હતી અને હવે તેને સુધારીને રૂ. 2000 કરોડ કરવામાં આવી છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સનું IPO વેલ્યુએશન આશરે રૂ. 13500 કરોડ નક્કી કરવામાં આવ્યું છે એમ સૂત્રએ જણાવ્યું હતું. ઇશ્યૂ પ્રાઇસ પાછળથી જાહેર થશે.

ઈન્ડીજેનનો આઈપીઓ 6 મેના રોજ ખૂલશે. રૂ.1842-કરોડના ઈસ્યુ માટે પ્રાઇસ બેન્ડ રૂ.430-452 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.. IPO 8 મેના રોજ બંધ થશે. કંપનીએ QIB માટે 50 ટકા NII અથવા HNIs માટે 15 ટકા અને બાકીના 35 ટકા રિટેલ માટે અનામત રાખ્યા છે. એન્કર બુક 3 મેના રોજ ખોલવામાં આવશે.

TBO Tek એક ઓનલાઈન ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ છે. IPO 8 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 10 મેના રોજ બંધ થશે જ્યારે પ્રાઈસ બેન્ડની જાહેરાત ચાલુ સપ્તાહના અંત સુધીમાં થવાની ધારણા છે. પબ્લિક ઈસ્યુમાં પ્રમોટરો અને રોકાણકારો દ્વારા રૂ. 400 કરોડ 1.25 કરોડ ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. TBO Tek નવા ખરીદદારો અને સપ્લાયર્સ ઉમેરીને તેની વૃદ્ધિ અને પ્લેટફોર્મને મજબૂત કરવા માટે ઈશ્યુની આવકમાંથી રૂ. 260 કરોડ ખર્ચશે. વધુમાં રૂ. 40 કરોડનો ઉપયોગ અકાર્બનિક એક્વિઝિશન માટે કરવામાં આવશે અને બાકીની આવક સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચાશે.

ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સ પણ આ મહિને તેનો પ્રથમ જાહેર ઈશ્યુ લોન્ચ કરે તેવી શક્યતા છે. DRHP મુજબ કંપની 109.4 મિલિયન શેરના OFS ઉપરાંત રૂ. 1250 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. અત્યાર સુધી ગો ડિજિટે IPOની તારીખો કે વિગતો શેર કરી નથી. ઉલ્લેખનીય છે કે ક્રિકેટર વિરાટ કોહલી અને તેની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા ફર્મના રોકાણકારોમાં સામેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)