MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.1,300નો ઉછાળો
મુંબઈ, 29 મેઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.44,172.46 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,070.59 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.30083.57 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,155ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,438 અને નીચામાં રૂ.71,931 ના મથાળે અથડાઈ, રૂ.170 ઘટી રૂ.72,010ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.259 ઘટી રૂ.58,775 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.7,148ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.215 ઘટી રૂ.71,930ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાનો વાયદો રૂ.170 નરમ, ચાંદી રૂ.24 વધી
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.95,502ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.96,493 અને નીચામાં રૂ.95,363 ના મથાળે અથડાઈ, રૂ.24 વધી રૂ.95,472 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.26 વધી રૂ.95,341 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.32 વધી રૂ.95,347 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલ પણ સુધર્યુઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.904.35ના ભાવે ખૂલી, રૂ.3.40 ઘટી રૂ.898 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.3.20 વધી રૂ.248.85 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.195ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.2.65 વધી રૂ.277ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.2.15 વધી રૂ.247.60 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.1.85 વધી રૂ.194.10 જસત-મિની મે વાયદો રૂ.0.30 વધી રૂ.277.55 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,654ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,728 અને નીચામાં રૂ.6,639 ના મથાળે અથડાઈ, રૂ.73 વધી રૂ.6,710 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.75 વધી રૂ.6,708 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.236ના ભાવે ખૂલી, રૂ.2.70 ઘટી રૂ.232.50 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 2.6 ઘટી 232.6 બોલાઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.14,071 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.30,084 કરોડનું ટર્નઓવર
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,460ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,460 અને નીચામાં રૂ.57,000 ના મથાળે અથડાઈ, રૂ.1,300 વધી રૂ.57,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.80 વધી રૂ.916 બોલાયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.18.30 કરોડનાં કામકાજ
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,868.54 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.5,661.65 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.406.21 કરોડનાં 12,533 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,324.75 કરોડનાં 63,215 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.277.56 કરોડનાં 4,251 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.41.05 કરોડનાં 786 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,118.51 કરોડનાં 4,925 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.425.20 કરોડનાં 5,904 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.62 કરોડનાં 20 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.2.70 કરોડનાં 82 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)