મુંબઈ, 10 જાન્યુઆરીઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે રૂ.45,565.1 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,100.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 37460.28 કરોડનો હતો.

 કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,230ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,399 અને નીચામાં રૂ.62,066 ના મથાળે અથડાઈ, અંતે રૂ.71 વધી રૂ.62,250ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.53 વધી રૂ.50,331 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.6,142ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.62,263ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,204ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,394 અને નીચામાં રૂ.71,806 ના મથાળે અથડાઈ, અંતે રૂ.68 વધી રૂ.72,115 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.47 વધી રૂ.72,203 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.60 વધી રૂ.72,218 બોલાઈ રહ્યો હતો.

સોના-ચાંદી, ક્રૂડ તેલ, મેન્થા તેલમાં સંકડાઈ ગયેલી વધઘટ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જાન્યુઆરી વાયદો રૂ.715.50ના ભાવે ખૂલી, રૂ.2.90 વધી રૂ.716.80 જ્યારે એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.203.60 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.224ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.203.70 સીસુ-મિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.182.55 જસત-મિની જાન્યુઆરી વાયદો રૂ.0.70 વધી રૂ.224.20 બોલાઈ રહ્યો હતો.

નેચરલ ગેસમાં નરમાઈ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,037ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,053 અને નીચામાં રૂ.5,961 ના મથાળે અથડાઈ, અંતે રૂ.23 ઘટી રૂ.6,011 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.18 ઘટી રૂ.6,015 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.267ના ભાવે ખૂલી, રૂ.14.90 ઘટી રૂ.256.70 અને નેચરલ ગેસ-મિની જાન્યુઆરી વાયદો 14.5 ઘટી 256.9 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.4.04 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,520ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,700 અને નીચામાં રૂ.55,520 ના મથાળે અથડાઈ, અંતે રૂ.100 ઘટી રૂ.55,600ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.20 ઘટી રૂ.926 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,100 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.37,460 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,176.23 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,779.80 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.475.09 કરોડનાં 17,588 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,615.84 કરોડનાં 76,954 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.128.34 કરોડનાં 1,937 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.11.92 કરોડનાં 197 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.262.64 કરોડનાં 1,455 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.333.33 કરોડનાં 3,986 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.10 કરોડનાં 19 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.5.69 કરોડનાં 170 લોટનાં કામકાજ થયાં હતાં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)