MCX: ક્રૂડ તેલના વાયદામાં રૂ.32નો સુધારો
નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં ઘટાડો
મુંબઇ, 31 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.3,763.74 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,523.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 2239.76 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,848ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,070 અને નીચામાં રૂ.71,848 ના મથાળે અથડાઈ, રૂ.174 વધી રૂ.72,070ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,755 વધી રૂ.60,281 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.7,141ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.181 વધી રૂ.72,033ના સ્તરે પહોંચ્યો હતો.
સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.93,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.93,855 અને નીચામાં રૂ.92,761 ના મથાળે અથડાઈ, રૂ.290 ઘટી રૂ.93,833 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.330 ઘટી રૂ.93,715 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.344 ઘટી રૂ.93,694 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.876.30ના ભાવે ખૂલી, રૂ.3.60 વધી રૂ.877.60 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.95 વધી રૂ.244.45 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.192ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.270ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.2.05 ઘટી રૂ.245.30 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.192.15 જસત-મિની મે વાયદો રૂ.2.45 ઘટી રૂ.269.40 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલમાં વૃદ્ધિ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,464ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,527 અને નીચામાં રૂ.6,463 ના મથાળે અથડાઈ, રૂ.32 વધી રૂ.6,520 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.31 વધી રૂ.6,521 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.213ના ભાવે ખૂલી, રૂ.3.80 ઘટી રૂ.213.20 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 3.6 ઘટી 213.5 બોલાઈ રહ્યો હતો.
કોટન-ખાંડી વાયદો રૂ.240 તૂટ્યો
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,660 અને નીચામાં રૂ.57,480 ના મથાળે અથડાઈ, રૂ.240 ઘટી રૂ.57,640ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.10 વધી રૂ.923 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,524 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 2,240 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.189.73 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,024.82 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.38.28 કરોડનાં 957 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.109.36 કરોડનાં 5,828 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.11.37 કરોડનાં 229 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.5.81 કરોડનાં 105 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.113.93 કરોડનાં 521 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.49.65 કરોડનાં 737 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.0.83 કરોડનાં 3 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ..33 કરોડનાં 10 લોટનાં કામકાજ થયાં હતાં.
બુલડેક્સ વાયદામાં રૂ.0.47 કરોડનાં કામકાજ
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, MCX પર બુલડેક્સ વાયદામાં રૂ.0.47 કરોડનાં 5 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 378 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 18,814 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,881 અને નીચામાં 18,793 બોલાઈ, 88 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 10 પોઈન્ટ ઘટી 18,881 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)